________________
સ્વીકાર્યું. ભગવાન મહાવીરે ત્યારબાદ ૧૨ વર્ષ સુધી કઠેર તાપમય જીવન વિતાવ્યું અને જુદા જુદા પ્રયોગ કર્યા. તેઓ જાતઅનુભવો વડે અને સામાજિક ચિંતન વડે એ માર્ગ શોધવા માગતા હતા કે જે માર્ગે જવાથી દરેક માણસ સ્વાવલંબી, સુખી અને સંયમી બની શકે. તે વખતની સ્ત્રી જાતિ અને શુદ્ર વર્ણની દુર્દશા જોઈને તેમનું મન મંથનમાં પડી ગયું. તેઓ અનાર્ય ક્ષેત્રમાં ગયા. ત્યાં લેકે અસભ્ય, ઉદ્ધત અને જંગલી હતા. ત્યાં કોઈ સાધુ-સંત પહોંચ્યા ન હતા. તે વખતે કોઈ સાધુસંસ્થા અસરકારક ન હતી. બ્રાહ્મણ અને ષિઓ ગૃહસ્થી બની યજ્ઞ-યાગમાં પડ્યા હતા. એટલે આ અનાર્ય દેશના લેકેએ મહાવીર ઉપર કૂતરા છોડ્યા; દંડપ્રહાર કર્યો, ગાળો આપી અને ક્યાંક તો તેમને ધક્કા પણ મારવામાં આવ્યા.
આ બધાં કષ્ટો જોઈને તેમણે વિચાર્યું કે “મારે આ બધું શાંતભાવે-સમભાવે સહન કરવાનું છે. મારામાં જેટલી કષ્ટ-સહિષણુતા હશે તેટલી જ વહેલી આ લેકેમાં શ્રદ્ધા જાગશે અને તેઓ સારા - રસ્તે વળશે. એટલે તે માટે જરૂર પડે પ્રાણ-પ્રતિષ્ઠાને હેમવાની તેમની પૂર્ણ તૈયારી હતી.
તેમણે બીજો પ્રયોગ તે વખતની સ્ત્રી જાતિને ગુલામી દશાથી મુક્ત કરાવવા અને સમાજને આ અનિષ્ટમાંથી બચાવવા માટે કર્યો. કેશાંબી નગરીમાં ચંદનબાળા નામની એક રાજકુમારી પશુઓની જેમ છડે ચોક બજારમાં વેચાતી હતી. સ્ત્રી જાતિને કોઈ સ્વતંત્ર અધિકાર ન હતો. તે વખતની રાજ્ય સંસ્થા અને સમાજ આ અનિષ્ટને ચલાવી લેતા હતા. બ્રાહ્મણ વર્ગ તે તે સમયે અજાગૃત હતા જ. એટલે આવાં સામાજિક મૂલ્ય ખોવાતાં જોઈને ભગવાન મહાવીરે અભિગ્રહ (મગત સંકલ્પ) ધારણ કર્યો. તેમાં ૧૩ શરત મૂકી – જે રાજકુમારી હોય, છતાં દાસી હેય, માથું મૂડેલું હૈય, હાથમાં હાથકડી, પગમાં બેડી હેય, ત્રણ દિવસની ભૂખી હય, વસ્ત્રમાં કેવળ કછોટે માર્યો હોય, અડદના બાકળા હાથમાં હેય, અપવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com