________________
[૪].
સર્વાગી કાંતિકાર ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ
ભગવાન ઋષભદેવ, આદિમનું, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ, રામ અને કૃષ્ણનાં સર્વાગી ક્રાંતિકાર તરીકેનાં જીવન ઉપર અત્યાર સુધી વિચાર થયું છે તેમ જ તેમણે શું ક્રાંતિ કરી, તે વિષે પણ ચર્ચા કરી છે. અત્રે સર્વાગી ક્રાંતિકાર તરીકે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધનાં જીવન પાસાંઓને વિચાર કરવાનું છે.
ક્રાંતિકારનાં જીવનમાં મહત્ત્વપૂર્ણ વસ્તુ એ હોય છે કે તેઓ સિદ્ધાંત માટે કે સામાજિક મૂલ્ય ખેવાતાં હોય ત્યારે પિતાના પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહને હેમવા તૈયાર હોય છે. મહાવીર અને બુદ્ધ બંનેનાં જીવન પ્રસંગમાં આ વસ્તુ સ્પષ્ટ દેખાશે. બુદ્ધ અને મહાવીરને એક સાથે લેવાનું કારણ એ છે કે બંને સમકાલીન હતા અને લગભગ બંનેએ સમાન ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે.
ભગવાન મહાવીર સામાજિક પરિસ્થિતિ :
ભગવાન મહાવીરના જીવન વખતે સામાજિક પરિસ્થિતિ આ પ્રમાણે હતી –“તે વખતે વર્ણાશ્રમ વ્યવસ્થા તો હતી જ પણ બ્રાહ્મણનું વર્ચસ્વ સર્વોપરી હતું. તેમના કહેવા પ્રમાણે ક્ષત્રિયો ચાલતા હતા. ક્ષત્રિયા બાકીના બે વર્ગોને ચલાવતા. બ્રાહ્મણ અને ક્ષત્રિયો મળીને મોટા યજ્ઞ કરતા; જેમાં નિર્દોષ પશુઓને હેમવામાં આવતા. તેના વડે સ્વર્ગ અને સુખ સાધન મળશે એમ બ્રાહ્મણે માનતા અને ધર્મ બતાવતા. યજ્ઞમાં થતી હિંસાને હિંસા માનવામાં આવતી ન હતી.
ભગવાન મહાવીરે આ બધાં સામાજિક મૂલ્ય ખવાતાં જોયાં, અને રાજ્ય, કુટુંબ, પરિવાર–સર્વસ્વનો ત્યાગ કર્યો. તેમણે નિગ્રંથપણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com