________________
ચર્ચા-વિચારણું શ્રી. સવજીભાઈએ રામાયણના પ્રસંગે વર્ણવી આમ જનતા માટે રામનું જીવન સર્વાગી ક્રિતિકાર તરીકેનું પ્રેરક છે, તે વર્ણવી બતાવતાં કહ્યું : “તેમણે કૈકેયી, ગુરુ વશિષ્ઠ અને અધ્યાની પ્રજાને પાછા ફરવાના આગ્રહને એટલા માટે અસ્વીકાર કર્યો કે તેમને અવ્યક્ત જગતના સત્યની સ્થાપના કરવી હતી. તેથી જ પ્રજા
આગળ ગુરુ વશિષ્ઠજીએ કહ્યું : “આપણું રામ જગતના રામ બનવા . ગયા છે!” અને પ્રજા હર્ષથી નાચી ઊઠી એવી જ રીતે વિશાળ
જગત ખાતર તેમણે સીતાને વિરહ સુખથી વે.
" વિભીષણના રાજ્યારોહણ વખતે ખુદ હનુમાનજી બેલાવા આવે છે ત્યારે રામચંદ્રજી કહે છે:–“બીજા ભૂલે પણ તમે કાં ભૂલો છે? હું તપસ્વી થઈને આવ્યો છું. આખું જગત મારી તરફ મીટ માંડી રહ્યું છે. મારાથી બીજી રીતે કેમ વર્તાય !”
આમ સૌને પિતાનું સ્થાન બતાવતા રામનું જીવન ખરેખર જગતને સારૂ પ્રત્યક્ષ પ્રેરણાદાયક છે. જે માણસ જે કામમાં કુશળ હેય તેની કુશળતા તેમણે બતાવી આપી હતી.”
ડે. મણિભાઈઃ “ચૌદ વર્ષ સંગે રહ્યાં તે સીતાજીને ધાબીના એક વચનથી વેગળાં કેમ કર્યા?”
શ્રી. દેવજીભાઈ: “ખરેખર તો રામ અને સીતા જુદા જ કયાં હતા? આમાં દેષ તો ઋષિઓ-બ્રાહ્મણને અને લોકોને હતે. કૈકેયીને સમજાવવા સહુ ગયા પણ, સીતાના પ્રસંગે કઈ સમજાવવા ન ગયું? રામયુગે રાજ્યના પ્રેરક–પૂરક બળો આ રીતે સંગઠિત ન હતાં. તેથી જ મહાભારત કાળે યુદ્ધ અનિવાર્ય બન્યું!”
પૂ. શ્રી. દંડી સ્વામી : એક દક્ષિણી લેખો સાર ટુંકમાં આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com