________________
હિંસક સાધને શા માટે?
ઘણા લોકો એમ કહે છે કે રામચંદ્રજીએ સર્વાગી ક્રાંતિ કરી એ માન્યું પણ તેમણે હિંસક સાધનોને આશ્ચય શા માટે લીધે હતો? તેમણે શસ્ત્રો વડે લડાઈ કરી એમાં હિંસા થઈ છે એટલે સર્વાગી ક્રાંતિકાર માટેની અહિંસાની શરત શું તેઓ ચૂક્યા નથી ?
અહિંસાના સામુદાયિક પ્રયોગોની ચર્ચા વખતે આ અંગે વિચારાઈ ગયું હતું કે તેમની હિંસા, અહિંસા માટે હતી; અહિંસાની દિશામાં હતી. તે વખતના સંયોગો, પરિસ્થિતિ અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોતાં અહિંસાનો વિકાસ એટલે બધે નહોતો થયો. રામયુગે જે સ્થૂળ હિંસા થઈ તે ન્યાય માટે થઈ હતી. ન્યાય અને સંસ્કૃતિનાં મૂલ્ય એવાઈ જતાં હેય-એ રીતની સાંસ્કૃતિક હિંસા, સ્થૂળ હિંસા કરતાં પણ વધારે ભયંકર છે; એમ ધારીને તેમણે યુદ્ધ કર્યું હતું. તેમણે અંગત સ્વાર્થ માટે કદિ હિંસા કે યુદ્ધ કર્યા હતાં. સમાજમાં, ભવિષ્યમાં સંસ્કૃતિનાં મૂલ્યો વિસરાતાં વધારે હિંસા ફેલાશે એમ ધારીને જ તેમને આ સામાન્ય હિંસા કરવી પડી હતી.
તે કાળે અહિંસાને વિકાસ એટલે થયો ન હતે. આગળ ઉપર શ્રીકૃષ્ણના સમયે કૃષ્ણ શસ્ત્રસંન્યાસ કર્યો અને ભગવાન મહાવીરે અને ભગવાન બુધે શસ્ત્ર-સંન્યાસ સાથે રાજ્ય–ત્યાગ કરી અહિંસાને સારે એવો વિકાસ સાધી બતાવ્યો હતો; અને ગાંધીયુગે તે અહિંસાની શક્તિ સર્વાગી રૂપે બહાર આવી છે,
એકંદરે રામના જીવનમાંથી અહિંસાજ તારવી શકાય છે. તેઓ સિદ્ધાંત માટે પ્રતિષ્ઠા, પરિગ્રહ, કુટુંબ, સીતા, લક્ષ્મણ અને પિતાનાં પ્રાણુ સુદ્ધાં હેડમાં મૂકવા તૈયાર થયા હતા. એટલે આપણે રામને તે યુગના સર્વાંગી ક્રાંતિકાર ગણુએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com