________________
માનવજીવનની સુખાકારી માટે નવાં મૂલ્ય સ્થાપિત કરવા ! નવું શાસનઆવે કે નવો વાદ આવી જાય પણ જે સુખાકારી માટે માણસ ઝંખે તે ન આવે તો તેને કઈ રીતે ક્રાંતિની શાંતિ કહેવી ?
" આ અંગે ભારતમાં સતત ક્રાંતિની પ્રક્રિયા ચાલી રહી છે. એણે સર્વ ક્ષેત્રમાં જે અસર પેદા કરી છે. એનું પરિણામ એ છે કે અહીં બહારથી આવેલા અહીંના થઈને રહી ગયા. અહીં રહ્યા બાદ તેમને કઈ ઉપર આક્રમણ કરવાની વૃત્તિ ન થઈ અને પરિવર્તનની પ્રક્રિયા પૂરી થતાં કોઈ પણ પ્રકારનો ડંખ જીવનમાં ન રહ્યો. પરિણામે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે લેર્ડ માઉન્ટબેટન આવી શક્યા. એટલું જ નહીં ભારતનો સંબંધ આખા વિશ્વ સાથે અજોડ રહ્યો. એમાં ચીન-પાકિસ્તાન અંગે અપવાદ ગણાવી શકાય. પણ અહીં. મંતિની શાંતિને અર્થ કાયરતામાં ખપ ન હતો. પરિણામે ચીની હુમલા વખતે આખું હિંદ બધા ભેદ-ભાવ ભુલાવીને એક થઈને ઊભું થઈ ગયું.
આમ થવાનાં કારણોમાં એક મુખ્ય કારણ તો એ છે કે આ ભૂમિમાં સતત એવી ક્રાંતિનું ખેડાણ થતું રહ્યું છે. અગાઉના રાજાઓનો વછાપૂર્વકને વાનપ્રસ્થ–સન્યાસાશ્રમથી લઈને કામરાજ, યોજના પ્રમાણે શાસન ત્યાગ એ વચ્ચે અખંડ કડી રહી છે. એવી જ રીત અતિય દેવો ભાવ થી લઈને “સ્મિલ્લા સુધીની ભાવનામાં બીજાને અપનાવવાને સતત સંચાર રહેલો છે. એટલે જ અહીંના તહેવાર, પર્વો બધાના તહેવારે બની શક્યા છે. મુસલમાન ભાઈને હિંદુ બેન રાખડી વધી શકે છે કે મુસલમાન બેગમ હિંદુરાજને રાખડી બાંધી શકે છે. એ બધું અહીં જ બને છે કારણ કે આ દેશમાં સંસ્કૃતિની અપૂર્વ, ક્રાંતિ સર્વ ક્ષેત્રે થતી આવી છે.
આવી કાંતિ કરનાર ક્રાંતિકારનાં જીવને અંગેના પ્રવચનમાં આ વાતને મુખ્ય રૂપે લેવામાં આવી છે. કાંતિકારની વ્યાખ્યા કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com