________________
૫ - હવે ભારતની બહાર થયેલી ભૂતકાળની થોડીક ક્રાંતિઓ જે યુરોપમાં થઈ તેનું વિશ્લેષણ કરી જોઇએ! સર્વપ્રથમ બ્રિટેન તર નજર પડે છે. ત્યાં ક્રોમવેલના જમાનામાં લોકો ભેગા થયા. તેના નેતૃત્વમાં લોહિયાળ ક્રાંતિ થઈ; રાજાનું ડેકું ઉડાડી મૂકવામાં આવ્યું ‘પણ તેનો અંત ક્રોમવેલની હત્યામાં આવ્યો અને આજે પણ બ્રિટીશ
લોકશાહીમાં “રાજા અમર રહોનાં ગીત ગવાય છે. ક્રાંસમાં ત્રણેક રાજ્યક્રાંતિઓ થઈ. નેપોલિયન કે વતી સમ્રાટ બનીને આવ્યો. પણ આ બધી ક્રાંતિઓનાં મૂળમાં સત્તા પચાવી પાડવી અને મોજશોખ કરવાના હેઈને ત્રણ ક્રાંતિઓ થવા જતાં ક્રાંસનું જીવન ફેશન, વિલાસ અને મજશોખથી આગળ વધી શક્યું નથી. જર્મની વધ્યું. વિકસિત થયું પણ સત્તા અને સર્વોપરિતા માટે અને પરિણામે જગતને બે વિશ્વયુદ્ધ ભણી તે ઘસડી ગયું. જાપાન પણ એ જ માર્ગે ગયું અને તેનું પરિણામ સુવિદિત છે. સહુથી છેલ્લી લહિયાળ ક્રાંતિ રશિયામાં થઈ. ત્યાં જોકે લેકજીવનના સુખનું લક્ષ્ય માનવામાં આવ્યું પણ સાધનો અશુદ્ધ હાઈને પરિણામ એ આવ્યું કે લેનિન વાદીઓને નાશ સ્ટાલિન વાદીઓએ કર્યો અને સ્ટાલિન વાદીઓને નાશ હવે કુવવાદીઓ વડે થઈ રહ્યો છે. કેવળ વિચારોની ભિન્નતાના કારણે અનેક દેશવાસી સ્વજન બંધુઓને ગોળીએ ઠાર કરવાના સામ્યવાદી દાખલાઓ રશિયા, ચીન, હંગેરી તેમજ અન્ય સ્થળે બન્યાં છે.
સત્તા અને શાસન માટેની કહેવાતી ક્રાંતિઓ આફ્રિકા, મિત્ર, ઈરાક, અરબસ્તાન, બર્મા, ઈન્ડોચાયના વગેરે દેશોમાં નિરંતર થતી વાંચવામાં આવે છે. એકનું ખૂન કરીને બીજાએ સત્તા પચાવવાની જાણે કે ઘટમાળ લાગી હોય એવું માન્યા વગર રહેવાતું નથી. પાડોશી પાકીસ્તાન હિંદ સાથે જ જન્મવા છતાં, ત્યાં સાત સરકાર બદલવા છતાં લોકશાહી આવી નથી.
. ' પરિણામે જગતનો ચિંતક વર્ગ વિચારતો થયો છે કે આને ક્રાંતિ કહેવી કે નહીં? ક્રાંતિને ખરા અર્થ તે એ જ છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com