________________
નવસાજન આપવાં. તે છતાં તેમણે માનવ જગતની અંદર ત, વિશ્વાસ, શ્રધ્ધા અને અભયને સાંતળીને રાખ્યાં.
એથી તદ્દન વિરુદ્ધમાં ઇતિહાસને પાને ખાસ કરીને યુરેપ, અમેરિકા અને હમણાં હમણાં આફ્રિકા, એશિયા વગેરે પ્રદેશમાં એવી કેટલીક સત્તા-પરિવર્તનની વાતે મળે છે જયાં અગાઉના શાસકો કે શાસક દળને ખતમ કરીને નવા શાસકો આવ્યા. ઈતિહાસમાં એ પણ જોવા મળે છે કે જે મૂળભૂત તને લઈને તેમણે એ લોહિયાળ શાસન પરિવર્તન કરાવ્યું તે તને વિકાસ થયે નહિ, અને થોડા સમયમાં જ બદલાયેલા શાસકેનો પણ એ જ રસ્તે વિનાશ થયે. આને ભૂલથી “ ક્રાંતિ” નામ પશ્ચિમના દેશોમાં આપવામાં આવે છે.
આ તરફ ખાસ ધ્યાન તે લોકોનું ત્યારથી ખેંચાયું જયારે ભારતમાં બે ક્રાંતિઓ છેલ્લા પચાસ વર્ષમાં થઈ. ૧૯૪૭માં હિંદ આઝાદ થયું અને તે પણ અહિંસક રીતે. ત્યારે જગતને આશ્ચર્ય થયું અને એથી વધારે તો આશ્ચર્ય એ હતું કે ત્યારબાદ હિંદી અને બ્રિટીશ પ્રજાજને વચ્ચેના સ્નેહસંબંધ સુધરતા ગયા; એટલું જ નહીં આ રક્ત વિહીન ક્રાંતિના-ખાસ કરીને શાસન અંગેના પ્રયોગો બીજે પણ થયા. તે છતાં ત્યાં આ શાંતિની ક્રાંતિના પ્રત્યાઘાતો ભારત પ્રમાણે ન પડ્યા. તેનાં કારણે તપાસતાં જણાશે કે ભારતની ભૂમિ ઉપર યુગયુગથી આ ક્રાંતિની પ્રક્રિયા લોકજીવનમાં ચાલતી જ રહી હતી. એટલે જ ગાંધીજી બાદ પણ વિનોબાજી ભૂદાન જેવી ક્રાંતિ કરી શક્યા. સામાન્ય રીતે જમીન કે મિલકતનું આ રીતે લોકહિતાર્થે અર્પણ કરવું બહુ ઓછું બને છે. અને જયાં બ્રિટીશ વારસા પ્રમાણે તસુ જમીન માટે કોર્ટે જવું અને સામ્યવાદી વિચારધારા પ્રમાણે લેહી રેડવું એ કમ બનતે હતા ત્યારે ભૂદાન એક મોટામાં મોટી અહિંસક ક્રાંતિની પ્રક્રિયા બની ગઈ એટલું જ નહીં એણે જગતના લોકોનું ધ્યાન પણ આકર્ષિત કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com