________________
૩૩
રામ એક ક્ષણ માટે થંભ્યા અને પછી તેમણે કહ્યું: “વૈદરાજ તમે ઠીક કહે છે ! હું રાવણને મિત્ર નથી, તેમ તમે રાવણના સેવક છે. એટલે લક્ષ્મણની ચિકિત્સા તમને સ્વામીહી બનાવે છે. મેં સત્યની ખાતર અયોધ્યાની ગાદી, પિતાને સ્નેહ, માતાનું વાત્સલ્ય સઘળું છોડી શકું છું. પણ તમે સ્વામીહ કરો તેમાં હું સંમત નથી.” તેમણે હનુમાનને કહ્યું : “હનુમાન ! વૈદ્યરાજને આદર સાથે વિદાય આપે
રામની સત્યપ્રિયતા અને તે માટે ભાઈની પણ પરવાહ ન કરવી. એ બધું જોઈને વૈદ્યરાજ ગૌદ થઈ ગયા. તેમણે કહ્યું: “હું ખરેખર આજે ધન્ય થયો છું ! મારે સ્વામીદ્રોહ ત્યારે ગણાય જ્યારે હું તેની સેવામાં ખામી પાડું! પણ વૈદ્ય તરીકેની મારી ફરજ પણ એક સત્ય છે અને તે માટે આપને આળ નહીં આવે!”
એમ કહી સુષેણ વૈદ્ય લમણની સારવાર કરી તેમની મૂછ દૂર કરી. આ છે સાંસ્કૃતિક ક્ષેત્રમાં ક્રાંતિના નમૂના...! રાજકીય ક્ષેત્ર
હવે રાજકીય ક્ષેત્રમાં ક્રાંતિનું તત્ત્વ તપાસીએ. સીતાની શોધ વખતે રામચંદ્રજીએ જોયું કે એક બાજુ વાલીનું ભોગવાદી રાજ્ય છે. બીજી બાજુ રાવણનું સરમુખત્યારશાહી રાજ્ય છે. ઘણાને આ ઉપમા એકદેશીય લાગશે, પણ તે વખતની પરિસ્થિતિ પ્રમાણે એ ઉપયુકત જ લાગે છે.
વાલીએ પિતાના ભાઈની પત્નીને ઘેર બેસાડી તેની સાથે અનાચાર સેવ્યો તે છતાં કોઈ કશું બોલતું નહીં. તેવી જ રીતે રાવણનું રાજ્ય હતું. તેના રાજ્યમાં કોઈ તેના વિરોધમાં બોલી શકતું નહિ; તે જે કંઈ કરતો તે અત્યાચાર પણ નીતિમાં ખપત અને ન્યાય–નીતિનાં તો દબાઈ ગયા હતાં. રામે વાલીને નાશ કરી સુગ્રીવને રાજ્ય સેપ્યું અને રાવણને મારી તેના સ્થાને વિભીષણને રાજ્ય સોંપ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com