________________
ગાંધીજીએ મહાદેવભાઈને એક વાર કહેલું વાક્ય આના સંદર્ભમાં રજૂ કરી શકાય. “જે ખરે આધ્યાત્મિક કે સંન્યાસી હશે તે રાજકારણને છેડી શકશે નહીં. રાજકારણને છોડે તેને હું ખરે સંન્યાસી કે આધ્યાત્મિક માનતા નથી.” સાંસ્કૃતિક ક્ષેત્ર:
સાંસ્કૃતિક ક્ષેત્રમાં તો રામે જમ્બર ક્રાંતિ કરી હતી. માતા-પિતા, ભાઈ, પત્ની વિગેરે પતિ તે તેમના જીવનમાં આદર હતું જ, પણ રાવણની પાસેથી આવેલા વિભીષણ પ્રત્યે જ્યારે બીજા શંકા કરતા હતા, ત્યારે રામે કહ્યું કે, શરણાગતનો વિશ્વાસ કરી રહ્યો અને તેમણે એનું છેવટ સુધી રક્ષણ કર્યું. એવી જ રીતે સુગ્રીવ સાથે જે મૈત્રી બાંધી હતી તેને છેવટ સુધી ટકાવી રાખી હતી. સ્ત્રી જાતિ પ્રત્યે તેમને ખૂબ જ આદરભાવ હતો. આ
સત્યપ્રિયતા અને મર્યાદાપાલનમાં રામ કયાંય કચાશ રાખતા ન હતા. લક્ષ્મણ જ્યારે લંકાના યુદ્ધ વખતે મૂછિત થઈ ગયા હતા ત્યારે રામની સેનામાં શેક છવાઈ ગયો હતો. પિતે રામ પણ ચિંતાતુર થઈ ગયા હતા કે ભાઈને વિયોગ અને આવી વિકટ પળોમાં? અયોધ્યામાં જઈશ ત્યારે માતા સુમિત્રા અને લક્ષ્મણની પત્ની ઉર્મિલાને શું જવાબ આપી શકીશ? એવામાં હનુમાનજી સુષેણુ વૈદ્યને લઈ આવ્યા અને કહ્યું : “પ્રભુ ! આપ ઊઠે. આ લંકાના સર્વશ્રેષ્ઠ વૈવરાજ છે. લક્ષમણની મૂછ દૂર કરી દેશે !”
વૈદ્યરાજ સુષેણે આશ્ચર્ય પૂર્ણ નજરે શ્રીરામને જોયા. રામ વિષે તેમણે ઘણું ઘણું સાંભળ્યું હતું પણ તેને રામની ચકાસણું કરવાને વિચાર થાય છે અને પૂછે છે: “હું લક્ષ્મણની ચિકિત્સા કરવા માટે તૈયાર છું પણ, ગમે તેમ તોયે રાવણનો વૈધ છું. મેં તેના અને પાણી ખાધાં છે. એટલે મારા મનમાં એક પ્રશ્ન મુંઝવે છે કે તેના શત્રુને ઉપચાર કરીને હું સ્વામી-દ્રોહ કરતો નથી ને?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com