________________
૩
એટલે બધા ઋષિઓએ પિતાના આશ્રમો સાફ કર્યા. શબરીએ પણ પિતાની ઝૂંપડી સાફ કરી. શ્રીરામ ઋષિના આશ્રમે મૂકી ભીલડીની ઝૂંપડીએ ગયા. બધા ઋષિઓ વાટ જોતા રહ્યા. અંતે તેમને ખબર પડી કે તેઓ શબરીને ત્યાં ગયા છે એટલે સહુના આશ્ચર્યને પાર ન રહ્યો. તેઓ ટીકા કરવા લાગ્યા “અમે ધાર્મિક અને પવિત્ર વૃત્તિના પુરુષ છીએ; અમને મૂકીને પેલી ચંડલિની ભીલડીને ત્યાં જાય એ ઠીક ન કહેવાય!”
તે છતાં બેટી જાતિમર્યાદાને તેડી નાખવા રામ શબરીને ત્યાં જાય છે અને તેના એઠાં બોર પણ ખાય છે. આમ શ્રીરામે ધાર્મિક ક્ષેત્રમાં પેઠેલી આ બેબુદ્ધિના સડાને સાફ કર્યો; તેમજ સિદ્ધ કરી આપ્યું કે ચારે વર્ણમાં કોઈ જન્મ જાતથી ઊંચા કે નીચો નથી. કર્મ હલકાં (ચારી, જારી, અન્યાય વ.) કરવાથી જ માણસ નીચે બને છે. આમ છતાં પણ વંદનીય ને વંદન કરતાં અને ત્રષિમુનિઓ વચ્ચે મર્યાદા પુરૂષોતમ કહેવાતા છતાં તેમને વંદન કરતા. આધ્યાત્મિક ક્ષેત્ર:
તે વખતે કેટલાક આધ્યાત્મિક લેકે આધ્યાત્મની વાત કરતા હતા પણ તેમને જીવન-વ્યવહાર સાથે તાળો મળતો ન હતો. તેઓ મેળવતા પણ ન હતા. રામચંદ્રજીએ ઋષ્યમૂક પર્વત ઉપર નિવાસ કરતી વખતે લક્ષ્મણને આધ્યાત્મને ઉપદેશ વહેવાર સાથે મેળ બેસાડીને આપ્યો હતે. એજ આધ્યાત્મિક ક્ષેત્રે ક્રાંતિ હતી.
તે વખતના કેટલાક માણસે રામની ટીકા કરતા હતા કે એક સામાન્ય માણસ જેમ જે પત્ની વિયોગમાં વિહવળ–ગાંડા થઈ જાય તે કેવી રીતે આધ્યાત્મિક થઈ શકે? રામચંદ્રજી કુશળતાપૂર્વક આધ્યાત્મિકતાને જીવન વહેવારની એક-એક પ્રવૃત્તિ સાથે મેળ બેસાડતા હતા. તેમાં તેઓ તાપસ વેશે નિસ્પૃહ થઇને ફરતા હતા, પરિગ્રહ તે છોડ્યો જ હતો અને પ્રતિષ્ઠાની તેમણે પરવા કરી ન હતી. તેઓ રાજકારણ સાથે પણ આધ્યાત્મને તે રાખતા જ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com