________________
વિદાય આપવા સાથે આવી! પ્રજાએ કહ્યું, “અમે આપની સાથે જ રહીશું! આપ જ્યાં જશે ત્યાંજ અમારી અધ્યા છે. અમે એમ માની આપની સેવા કરશું !”
પણ, રામચંદ્રજીએ વિચાર્યું. “હું જ્યાં જઈશ ત્યાં સ્થાનિક પ્રજામાંથી સહેજે જે સહાય મળશે તેને લઈને જ આગળ વધીશ! નહીંતર સ્થાનિક પ્રજાનો વિકાસ અટકી જશે ”
એટલે પ્રજાને સમજાવી તેમણે પાછી વાળી. જે વ્યક્તિ ક્રાંતિ કરવા નીકળે છે તે પિતાની શક્તિનું અવલંબન લઇને જ ચાલે છે; બીજી તો જે સહાય સહેજ મળે છે તે સ્વીકારે છે. સીતાની શોધ કે રાવણ સાથેના યુદ્ધમાં પણ તેમણે અયોધ્યાથી સેના કે પ્રજાને ન બોલાવી પણ સ્થાનિક બળોને જ ઉપયોગ કર્યો.
એક નીતિના શ્લોકમાં બતાવ્યું છે – मृगेन्द्रस्य मृगेन्द्रत्वं, वितीर्ण केन कानन स्वीवीर्येणैव गच्छंति मृगेन्द्राः वनराज्यकम्
–સિંહને જંગલમાં કોણે મૃગરાજનું પદ આપ્યું છે? સિંહે તે પિતાની શક્તિ કે પરાક્રમથી જ વનનું રાજ્ય મેળવે છે.
બીજી બાજુ ચાતુર્વર્ય સમાજરચાના હતી, ત્યાં પૂરકબળ (વૈશ્ય–શુદ્ર) અને પ્રેરક બળ (બ્રાહ્મણો અને ઋષિ-મુનિઓ)ને
વ્યવસ્થિત કર્યા. સામાન્ય રીતે પરંપરા પ્રમાણે રાજ્યના દરેક અગત્યના કાર્યોમાં સમાજની સમ્મતિ આવશ્યક ગણાતી. પરંપરા પ્રમાણે રાજાના અવસાન બાદ જ તેના પુત્રને ગાદીએ બેસાડી શકાય, પણ દશરથ રાજા રામને પિતાની હયાતીમાં જ બેઠેલા જોવા ઈચ્છતા હતા. એટલે તેમણે ગુરૂ વશિષ્ઠ પાસે એ વાત મૂકી. જોકે પિતે દશરથ એનો નિર્ણય લઈ શકતા હતા, પણ ગુરૂ વશિષ્ઠ (બ્રાહ્મણ )ની પ્રેરણું જરૂરી હતી. પણુ ગુરૂ વશિષ્ઠ પોતે નિર્ણય નહિ આપીને આખા સમાજના પ્રતિનિધિઓને પૂછીને રામના રાજ્યાભિષેકને નિર્ણય લેવા કહ્યું –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com