________________
૨૯
जो पांच हि मत लागे नीका कर हु हरषि हियँ रामहि टीका
જે પાંચેયને (આખા સમાજને) આ વાત સારી લાગે તે રામચન્દ્રજીને હર્ષિત હૈયે (ખુશીથી) રાજ્યતિલક કરો. મતલબ એ કે દરેક મહત્વના કાર્યમાં સમાજની સમ્મતિ લેવી જરૂરી હતી.
આર્થિકક્ષેત્રે આર્થિક ક્રાંતિ તે છે કે તેમણે મહાજન વડે કરાવી હતી કે તેમનાં રાજ્યમાં કોઈ પણ ભૂખ્યું ન રહે; આજીવિકા વગરનું ન રહે તેની કાળજી રાખી. વનવાસ પછી જ્યારે ભગવાન રામ પુષ્પક વિમાન વડે અયોધ્યા પધારવાના હતા તે વખતે પ્રજાની ખુશીને પાર ન હતે. નગરજનેને જોઈને રામચંદ્રજીએ પુષ્પક વિમાનમાંથી ઉતરતાં વેંત જ પૂછયું : “કેમ બધા કુશળ છે ને? બધાને ઘેર કોઠીમાં અનાજ તો ભરપૂર છે ને?”
નાગરિકોના મનમાં એમ થયું કે રામચંદ્રજીને વનમાં અન્ન નહીં મળ્યું હોય એટલે તે અંગે પૂછે છે. બીજી સમૃદ્ધિની વાત કરતા નથી. તેઓ હસ્યા અને તેમણે કહ્યું: “જી...હા !”
રામ સમજી ગયા કે આ લેકના મનમાં અન્નની કશી કીંમત નથી; એમને પ્રત્યક્ષ પરચો બતાવવો જોઈએ. તેમણે પિતાના આવાગમનની ખુશાલીમાં મેટું જમણવાર કર્યું. તેમાં બધી પ્રજાને તેંતરી. થાળમાં પીરસવાનો સમય આવ્યો, ત્યારે રામચંદ્રજીએ પોતે બધાના થાળમાં હીરા અને ખેતી પીરસ્યાં. પછી તેમણે કહ્યું: “હવે બધા જમણ શરૂ કરો !”
બધા એક બીજાનું મેં જેવા લાગ્યા. એકે કહ્યું: “આ બારાક તો ગજવાને છે; મોઢાને નથી !”
રામચંદ્રજીએ ખુલસે કર્યોઃ “મેં જ્યારે તમને પૂછ્યું કે ઘેર કેઠીમાં અન્ન છે ત્યારે તમે બધાએ હસીને વાત અવગણી કાઢી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com