________________
ગંભીરતાથી વિચારે છે. રામે પણ ભાઈ ભાઈ વચ્ચે નજીવા સ્વાર્થ માટે જે તકરાર ઊભી થઈ જાય છે તેમાં એક નવી ક્રાંતિ પેદા કરી. તેમણે એ કરી બતાવ્યું કે ભાઈ, ભાઈ માટે રાજ્યત્યાગ કરી શકે, પ્રતિષ્ઠા છોડી શકે!
કેટલાક લકે કેકેયીએ માગેલા વચન ઉપર ટીકા કરવા લાગ્યા; પણ રામે પોતાનો અધિકાર છેડીને કૌટુંબિક જીવનમાં નવી ક્રાંતિ પૂરી. એની અસર એ થઈ કે રાવણ બાદ લંકાનું રાજ્ય વિભીષણને આપવા લાગ્યા ત્યારે તેને સેવા ગમી; રાજ્ય ન ગમ્યું. એવી જ રીતે સુગ્રીવે પણ રાજ્યના બદલે સેવા જ ઈચછી. ભરત ઉપર પણ તેની અસર થઈ પિતાના હકમાં આવેલી રાજગાદી ઉપર બેસવા તેઓ તૈયાર ન થયા. રામચંદ્રજીએ તેમને સમજવા કે “બધાની સલાહ છે એટલે તારે રાજય લેવું જોઈએ! ” અંતે ભરત રાજ્ય માટે તૈયાર ન થયા ત્યારે રામપાદુકા લઈ તેને સિંહાસન ઉપર રાખી અને પોતે નંદિગ્રામ જઈ તાપસ વેશે રહ્યા; તેમજ એમના (રામના) પ્રતિનિધિ તરીકે રહેવા લાગ્યા. આજે જયારે રાજ્ય માટે ભાઈ–ભાઈ વચ્ચે જે ખૂનામરકી ચાલે છે તેમની આગળ આ દષ્ટાંત ન આદર્શ ઉપસ્થિત કરે છે.
સિદ્ધાંતના પ્રશ્ન ઉપર તેઓ કુટુંબની સામે પણ થયા. દશરથ રાજાએ તેમને અયોધ્યાથી બહાર જઈને પાછા ફરવાનું કહ્યું, પણ પિતે વિશ્વના પ્રાણીમાત્ર સાથે સંબંધ જોડવા જતા હેઈને, પાછા ન ફર્યા. તે છતાં પત્ની, ભાઈ, માતા, પિતા વગેરે બધા સાથે પિતાના કર્તવ્યની ઝીણવટથી કાળજી રાખી અને એનાં નૈતિક મૂલ્ય જાળવ્યાં. સામાજિક ક્ષેત્ર:
સામાજિક ક્ષેત્રમાં તો રામે ઠેર ઠેર ક્રાંતિ કરી છે. રામજીવન આમ તે બહુ વિશાળ છે. અહીં તે. આપણે અમૂક પ્રસંગો જ લેશું.
રામચંદ્રજીએ જ્યારે વનવાસ માટે પ્રસ્થાન કર્યું ત્યારે પ્રા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com