________________
[૩] સર્વાગી કાંતિકારે
ભગવાન રામચંદ્ર સર્વાગી ક્રાંતિકારોનાં જીવન-કવન ઉપર નજર નાખતાં, આપણે આદિમન, ભગવાન ઋષભદેવ, ભગવાન અરિષ્ટનેમિ અને ભગવાન પાર્શ્વનાથના જીવનની સર્વાગી ક્રાંતિ વિષે વિચારી ગયા છીએ. શ્રી માટલિયાજીએ ભ, કૃષ્ણની સર્વાંગી ક્રાંતિ અંગે પણ સારી પેઠે કહ્યું છે. આજે આપણે ભગવાન રામચંદ્રના જીવન ઉપર સર્વાગી ક્રાંતિને વિચાર કરવાનું છે.
સર્વાગી ક્રાંતિમાં આપણે ત્રણ વસ્તુઓ જેવી જોઈએ– (૧) તે ક્રાંતિ બધા ક્ષેત્રને સ્પશે, (૨) વિશ્વમાં નૈતિક મૂલ્યો ન ખવાઈ જાય તેની કાળજી, અને (૩) સિદ્ધાંત માટે પ્રાણ, પરિગ્રહ અને પ્રતિષ્ઠા છોડવાની તૈયારી. સર્વાગી ક્રાંતિકાર ભલે બધા ક્ષેત્રમાં ઊંડા ન ઊતરે પણ તેની ક્રાંતિને સ્પર્શ તે બધા ક્ષેત્રોને હેવો જોઈએ. રામ અને કૌટુંબિક ક્ષેત્ર:
ભગવાન રામચંદ્રના જીવન અંગે ક્રાંતિના ઉપરોકત ત્રણ તો ચકાસવાના છે. સર્વપ્રથમ બધા ક્ષેત્રો લઈએ રામે જોયું કે કૌટુંબિક ક્ષેત્રમાં, રઘુકુળમાં મોટાભાઈ ગાદીએ બેસે તેની પરંપરા ચાલી આવે છે તે બરાબર નથી. એમને ગાદી મળવાની હતી ત્યારે હેતુ–સતાવી, મિત્રે બધા વધામણી દેવા આવ્યા તે વખતે રામ ગંભીર ચિંતામાં નિમગ્ન હતા. મિત્રોએ તેનું કારણ પૂછયું તે તેમણે કહ્યું.
विमल वंश यह अनुचित एकू
अनुज विहाय बडेहि अभिषेकू – આ વિમલ વંશમાં એક જ વાત મને ખટકે છે. મોટાભાઈને જ અભિષેક શા માટે? નાનાને કેમ નહીંમહાપુરૂષ દરેક વસ્તુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com