________________
૨૫
અભેદ ભાવના સ્થાપીને તેઓ વિદાય થયા. મથુરા કે દ્વારકામાં રહ્યા ત્યારેય તે સાધકોનું સાધના ક્ષેત્ર ડગ્યું નહીં. તેની ખાતરી મહાભકત ઓધવજી (ઉદ્ધવ) જેવાને પણ ચંઈ ગઈ
ક્રાંતિકારીઓનાં જીવન માટે ભગવાન શ્રીકૃષ્ણનાં બને ભાગવાળી આ સાધના અનુકરણ રૂપ છે.” - પૂજ્ય દંડી સ્વામીએ નેમિનાથ અંગે કહ્યું : “ભજિયાં ન ખાતે હેય. તેના કરતાં ભાણામાં આવે છતાં ન લે તે વધારે આગળ છે. એ રીતે લગ્ન માટે બધી તૈયારી છતાં નેમિનાથનું પાછું ફરવું એ ઘણું જ પ્રશંસનીય છે.
* શ્રી ધર્માનંદજી કેશાબીના એક લેખમાં આવે છે કે “પરીક્ષિત રાજા પાર્શ્વનાથના યુગમાં થયેલા, ત્યારે જે નાગયજ્ઞ થતા તેનું પાર્શ્વનાથ ભગવાને આખુયે પરિવર્તન કર્યું. વૈદિક ધર્મની અહિંસામાં આ રીતે જૈન ધર્મને મુખ્ય ફાળો છે. જો કે આ અહિંસક ક્રાંતિ આણવામાં યુગે યુગે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધને પણ જે ફાળો છે તેને વિનમ્ર રીતે અંજલિ આપી શકાય.
બુદ્ધ ભગવાનને લેકે અનાત્મવાદી, અયજ્ઞી કે અનિશ્વરવાદી માને છે તે ખોટું છે. આ અંગે સર્વપલ્લી રાધાકૃષ્ણનન જેવાઓએ બધી બાબત જૈનમાં સિદ્ધ કરી આપી છે. એ જરૂર નથી માનતા કે જગતના કર્તા ઈશ્વર છે. પણ ખરે આત્મવાદી એ છે જે તે વિચારને –આત્મવાદને આચારમાં મૂકે. એવી જ રીતે તપ, ત્યાગને સાચે યજ્ઞ કહી તેને નવું રૂપ આપવામાં આવ્યું છે. ભગવાન બુદ્ધ પશુવધવાળા યજ્ઞને વિરોધ કર્યો હતે; તેમાં શું ખોટું છે?
આપને લડાખ અંગેની વાત કરું. હું ત્યાં જઈ આવ્યો છું. ત્યાં વધારે વસતિ બૌદ્ધોની છે. ત્યાં સાચા ઘીની જ્યોત જેવીસે કલાક બળતી રાખવામાં આવે છે. તેમાં જીવજંતુ ન પડે તે માટે જ્યોતિ ઉપર છત્ર રાખવામાં આવે છે. મહાયાન બૌદ્ધ સંપ્રદાયમાં બ્રાહ્મણ ભાગ સિવાયનાં ઉપનિષદે સ્થૂળ યજ્ઞ સિવાયની આચાર–રીતે, કૃતિઓ પણ મનાય છે. આ બધું શંકરાચાર્યમાં બૌદ્ધોનું હતું માટે તેઓ પ્રછન–બૌદ્ધ તરીકે ઓળખાયા.”
(તા. ૨૫-૭–૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com