________________
સર્વાગી કાંતિની પૂર્વ તૈયારી :
શ્રી, ભાટલિયાએ સર્વાંગી ક્રાંતિકાર શ્રીકૃષ્ણ અંગે વિસ્તારપૂર્વક કહ્યું તેને સાર આ પ્રમાણે છે –
ભાગવત અને મહાભારતને સાર અને શ્રીકૃષ્ણના જીવનને સાર આ પ્રમાણે કહી શકાય. (૧) તેમણે ભોગવિદ્યા રૂપી પૂતના સ્ત્રીમાંથી દૂધરૂપી અધ્યાત્મ વિદ્યા તારવી લીધી. તેવી જ રીતે અધ્યાત્મ વિદ્યા મુખ્ય અને અલૌકિક વિદ્યાને ગૌણ રૂ૫ આપ્યું.
(૨) તેમણે શટ–સંહાર કર્યો એટલે કે રૂઢિરૂપી ગાડાં (શકટ)ને તેડ્યો હતો. તે વખતે વંશાભિમાન તીવ્ર હતું. એટલે ભીમે પાંડુરાજા માટે અંબિકાનું અપહરણ કરાવ્યું. એવી જ રીતે આપખુદાઈ સામ્રાજ્ય લાલસા, દાંડાઈ વગેરે દેશે દૂર કરાવ્યા.
(૩) વૃત્રાસુર વધ એટલે કે ઉડાડેલા ધૂળના ગેટા વચ્ચે પણ પથ્થરવત પડી રહેવું. એવી દઢતા કેળવવી જોઈએ. ગમે તેવો વંટોળ આવે પણ ક્રાંતિકાર ડગે નહીં. એ સૂચન તેમાંથી મળે છે.
(૪) ગોવાળિયાઓને સંગઠિત રીતે ગોઠવ્યા અને મહિયારું સહિયારું કરાવ્યું. એમ જનતાનાં નીતિના પાયા ઉપર સંગઠને કરવાં જોઈએ.
(૫) શ્રીકૃષ્ણ માહી ખાધી, પણ જશેદજીએ જોયું તે તેમને બ્રહ્માંડ દેખાયું ! એટલે કે ક્રાંતિકારના નાના પ્રયોગમાં પણ વિશ્વ સંકલના જરૂર હોય છે. શ્રીકૃષ્ણ ખાંડણિયે બંધાયા. એટલે કયારેક ક્રાંતિકાર બંધાયેલ દેખાય ખરો પણ કામ-લભ-રહિત જ હોય !
આ થઈ કાંતિની પૂર્વ તૈયારી. ભગવાન શ્રીકૃષ્ણ બાલ્યવયમાં આટલી પૂર્વ તૈયારી કરી હતી.
એવી જ રીતે ગોવાળિયાઓ સાથે રહીને તેમનાં સંગઠને મારફત બકાસુર રૂપી શહેરનાં સંગઠનને હરાવ્યા. એ જ રીતે બેઠાખાઉ અધાસુરવૃત્તિને પણ દૂર કરી નાખી. ગોવર્ધન પર્વત તોળીને સાધકનું સાધન તૈયાર કરી નાખ્યું. અને પ્રેમલક્ષણા ભકિત રૂપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com