________________
મારા પતિ આ ભવના જ નહીં; ગયા આઠ ભવથી મારા પતિ હતા તેઓ મને લગ્નનું સાચું સ્વરૂપ સમજાવવા જ છેડીને ગયા છે કે દૈહિક સુખ એ જ લગ્ન નથી; પણ આત્મિક યાગ એ જ સાચું લગ્ન છે. એટલે મારે મારા પતિની સાથે વાસ્તવિક લગ્ન કરવાં હોય તો મારે એમના આત્માનું અનુકરણ કરવું જોઈએ. હવે અમારું આત્મમિલન થવું જોઈએ !”
મા-બાપ, સખી-સહેલીઓ બધે તેને મનાવે છે : “ એમાં શું થઈ ગયું? એના કરતાં પણ વધારે સુંદર-રૂપાળા ગુણવાન છોકરાઓ છે; તેની સાથે તેને પરણાવશું?”
પણ, રામતી તો એમ જ કહે છે કે “મારા પતિ તો એ જ એક અરિષ્ટનેમિ !” તે કોઈ બીજાને પરણતી નથી.
પછી જ્યારે અરિષ્ટનેમિએ તીર્થ (ચતુર્વિધ સંધ)ની સ્થાપના કરી તેમાં સાધ્વી તરીકે રાજીમતીએ પ્રથમ નામ નોંધાયું. આ રીતે અરિષ્ટનેમિએ સમાજને પહેલા તૈયાર કરી ધીમે-ધીમે વ્યવસ્થિત કર્યો.
આર્થિક ક્ષેત્રમાં તેમણે આજીવિકા શુદ્ધિ વડે ક્રાંતિ કરાવી માંસાહાર શુદ્ધ ભોજન નથી; શુદ્ધ ભોજન ન હોય તે આજીવિકા શુદ્ધ ન થાય.
રાજકીય ક્ષેત્રમાં તે શ્રી કૃષ્ણ ભગવાન તેમની પાસેથી અવારનવાર પ્રેરણા લેતા જ હતા. શ્રી કૃષ્ણના નાના ભાઈ ગજસુકુમાર મુનિ બની ગયા. તેથી તેમના સસરાએ તેઓ મસાણમાં તપમાં હતા ત્યાં તેમના મસ્તક ઉપર ધગધગતા અંગારાની સગડી કરી તેઓ શાંત ભાવે સહી મુક્ત થયા. બીજે દિવસે શ્રી કૃષ્ણ ભ. અરિષ્ટનેમિને તથા પિતાના નાના ભાઈ નવદીક્ષિત મુનિના દર્શનાર્થે તેઓ જતા હતા ત્યારે રસ્તામાં તેમણે એક લથડિયા ખાતા ડોસાને ઈટ મૂકવામાં મદદ કરી હતી. ભ. અરિષ્ટનેમિની પાસે ગયા ત્યારે મુનિ ગજસુકુમારને જોઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com