________________
૧૭
તેમણે પૂછયું. “ભગવાન ! નવદીક્ષિત મુનિ ગજસુકુમાર કયાં છે?” ભગવાને તેમને કહ્યું : “જેમ તમે વૃદ્ધને સહાયતા કરી હતી તેમ ગજસુકમારને પણ એક માણસ સહાયક બન્યો છે અને તેમણે દેહત્યાગ કર્યો છે, તેના ઉપર રોષ ન કરશો !”
શ્રી કૃષ્ણ આમ અરિષ્ટનેમિ પાસેથી પ્રેરણું પામતાં જ્યાં જ્યાં કંઈક ખૂટતું હોય ત્યાં પ્રેરણા આપતા. આ રીતે ભગવાન અરિષ્ટનેમિએ તે જમાનામાં સંપૂર્ણ ક્રાંતિ કરી હતી.
ભગવાન પાશ્વનાથ આજના બીજા ક્રાંતિકાર રૂપે આપણે પાર્શ્વનાથને લેશું. એમની જન્મભૂમિ વારાસણ નગરી હતી. એમનું નિર્વાણ સ્થાન સમેતશિખર ( પારસનાથ) પહાડ છે. પાર્શ્વનાથ જ્યારે રાજકુમાર હતા ત્યારે ખૂબ ચિંતનશીલ હતા. પૂર્વજન્મના સંસ્કારવશ તેમને તે વખતના સમાજની વિકૃત વ્યવસ્થા જોઈને ખૂબ લાગી આવતું.
લેક કર્મકાંડે, વહેમો, ચમત્કારો અને અંધ વિશ્વાસ તરફ વધારે આકર્ષાયેલા હતા. તે વખતના તાપસમાંના એક કમઠ નામને તાપસ હતો. કમઠનું જીવન જોઈએ તો તે ખૂબ જ બાહય તપસ્યા કરતે. લેકે તેમની પાસે ધન, સંતાન, પ્રતિષ્ઠા તથા બીજા શારિરીક લાભો માટે જતા.
એક દિવસ પાર્શ્વનાથ તેની પાસે જાય છે અને કહે છે, “ આ બાહ્ય તપને દંભ કરીને લેકેને શા માટે ભોળવો છે? તેમને ખરૂં જ્ઞાન આપો !”
કમઠની વાત શેઠ–સેનાપતિ બીજા રાજા અને પ્રજા બધાં માનતા. તેને એક રાજકુમારની આ વાત કયાંથી ગળે ઊતરે? તે ક્રોધમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com