________________
૧૫
ત્યાં તેમને નિમિત્ત મળી ગયું. તેમની જાન ઉગ્રસેન રાજાના નગરે પહોંચી. ત્યાં બહાર એક વંડે કરીને તેમાં અનેક પશુ-પંખીઓને પરવામાં આવેલા. તેમને કરૂણુ આર્તનાદ કાળજાને છેતરનાર હતો.
ત્યાંથી નીકળતાં અરિષ્ટનેમિએ સારથીને પૂછ્યું : “આમને શા માટે પૂરવામાં આવ્યા છે? આ શા માટે ચીસો પાડે છે?”
સારથીએ કહ્યું : “ જાનૈયાના જમણ માટે આ બધાને મારવામાં આવનાર છે. તેઓ મૃત્યુ પાસે આવેલું છે એ જાણુને રડી રહ્યાં છે!”
અરિષ્ટનેમિએ વિચાર્યું કે લગ્ન જેવા મંગળ પ્રસંગે આવી હિંસક પ્રવૃત્તિ ઠીક ન લાગે ! તેમજ માણસના પેટ માટે પશુઓને ન મારી શકાય ! તેમણે સારથીને કહ્યું : “સારથી ! પેલે વાડો છોડી મૂક! અને રથ પાછે ફેરવ! ”
સારથીએ તેમના કહ્યા પ્રમાણે કર્યું. રથ પાછો ફર્યો અને પશુઓ છુટ્ટા થઈ ગયા. જાનૈયાઓમાં ખળભળાટ મચી ગયો. બધા પૂછવા લાગ્યા કે “શું થયું? શું થયું? લગ્ન કર્યા વગર કેમ પાછા ફરો છે?”
અરિષ્ટનેમિએ જોયું કે યાદવ જાતિને ઉપદેશ આપવા માટે આ સારામાં સારી તક છે. તેમણે ખૂબ જ પ્રેરણાત્મક ઉપદેશ આપ્યો. સામાજિક જીવન, તેનાં મુખ્ય અંગે, સ્ત્રીનું સ્થાન, સંસ્કૃતિ-રક્ષા માટે આવશ્યક સમાજનાં તો; વગેરેની ઊંડાણથી સમજણ પાડી. તેમના ઉપદેશની ધારી અસર થઈ. લેકેને સંયમ; સાધુજીવન અંગે સ્પષ્ટ સમજણું થઈ. ઘણા યાદવો વ્રતબદ્ધ થયા; ઘણા તેમની સાથે જવા તૈયાર થયા.
બીજી તરફ રાજમતીને કારમો આઘાત લાગ્યો. તેણુએ વિચાર્યું કે “અરે, હું કેવી અભાગણું છું કે આવા ગુણ, શક્તિ અને સદાચારી પતિ મને તરછોડીને ચાલ્યા ગયા ! મારે શું વાંક હતો ?”
ધીમે–ધીમે ચિંતનને ચાકડે તેને ઊંડું આત્મભાન થયું. “ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com