________________
નેમિનાથ ભગવાન કૃષ્ણની આયુધશાળામાં જઈ ચઢયા, ત્યાં જુદી જુદી જાતનાં શસ્ત્રાસ્ત્રો હતાં. બધાં જોયાં પછી એક શંખ જોયો. તેને શ્રીકૃષ્ણજ વગાડી શકતા હતા. તે પણ આફત કે ભયના સમયે. અરિષ્ટનેમિના મનમાં થયું ? “લાવને હું પણ જોઉં તો ખરે કે મારામાં કેટલું બળ છે ?”
તેમણે શંખ હાથમાં લઈને તરત એને વગાડો. શંખને અવાજ સાંભળી લેકો ભેગા થયા અને શ્રીકૃષ્ણ દરબારમાં તે સાંભળે. તેમને આશ્ચર્ય થયું કે મારા જેવો બીજે કેણ શકિતશાળી છે કે જેણે આ શંખ વગાડો ?
તેઓ આયુધશાળામાં પહેચે છે. ત્યાં નેમિનાથને જોઈ આનંદ પામે છે અને તેમને ગળે લગાડે છે. તેમને મનમાં કંઇક બીજો ભાવ પણ આવે છે ? જો આ શક્તિ લગ્ન બંધાય તે મારી સહાયક બની શકે. નહીંતર મારા કરતાં પણ તે સવાયા થઈને ફરશે?
પણ, તેમને પરણવવાની હા કોણ પડાવે? શ્રી કૃષ્ણની રાણીઓએ બીડું ઝડપ્યું. એકવાર ઈદ્ર મહોત્સવ ચાલતો હતો તે વખતે રાણુઓએ તેમને દબાણ કર્યું. અરિષ્ટનેમિ ઠઈ ન બોલ્યા; પણ “ દિયરજી શરમાય છે પણ અંદર હા છે !” એમ કહી તેમણે શ્રી કૃષ્ણને કહ્યું કે અરિષ્ટનેમિ લગ્ન માટે રાજી છે.
શ્રી કૃષ્ણ તેમના માતા-પિતાને વાત કરી અને મા-બાપે સંમતિ આપી એટલે તેઓ ઉગ્રસેન રાજા પાસે ગયા. તેમની પુત્રી રામતી સાથે સગપણ નકકી થયું અને લગ્નની તૈયારીઓ થવા લાગી.
શ્રી નેમિનાથના મનમાં કંઈક જુદું હતું. તેમની આંખ આગળ એક કરતાં અનેક પત્નીઓ સાથે પુરૂષોને ભેગ-વિલાસ; સ્ત્રીને દાસી જેમ ગણવી વગેરે બાબતો હતી. ત્યારે બીજી તરફ વૈભવ-વિલાસ માટે દારને નશો વગેરેનું જોર હતું અને પુષ્કળ માંસાહાર ચાલતો હતો. એટલે તેમને એ હિંસા પણ અટકાવવાની હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com