________________
૧૩
ક્રાંતિકારેનાં જીવનની પૂર્વ તૈયારી
ક્રાંતિકારે પિતાનાં જીવનની પૂર્વ તૈયારી પૂર્ણ રીતે કરે છે. પોતાના જીવનમાં શારિરીક, માનસિક કે આધ્યાત્મિક બળ કેટલું છે તેમ જ પિતાની સહનશીલતા અને સહિષ્ણુતા કેટલી છે તેનું માપ કાઢી લે છે. તે સાથે સાથે પિતાના નજીવા દેષોને પણ શોધી–શોધીને દૂર કરે છે. તે સમાજની શક્તિ, ઉત્સાહ, શ્રદ્ધા, આરોગ્યક્ષેત્ર અને કાળને જાણીને પછી ક્રાંતિમાં ઝંપલાવે છે. તે પોતાની પૂર્વ તૈયારી માટે બધી વાતને વિચાર કરે છે. તે પહેલાં પોતે નાનું ક્ષેત્ર લે છે. પણ તેની ક્રાંતિનાં મોજાં આજુબાજુ ફેલાવી દે છે.
ભગવાન અરિષ્ટનેમિ ભગવાન અરિષ્ટનેમિ જેના ૨૨ મા તીર્થંકર થઈ ગયા. તેમણે આવી જ રીતે પૂર્વ તૈયારી સારી રીતે કરી હતી. તેઓ શ્રી કૃષ્ણના કાકાના દીકરા થતા હતા. શ્રી કૃષ્ણના પિતાનું નામ વાસુદેવ હતું ત્યારે નેમિનાથના પિતાનું નામ સમુદ્રવિજય હતું. જેનેની કાળગણના પ્રમાણે તેઓ ૮૬૦૦૦ વર્ષ અગાઉ થયા હતા. ત્યારે વૈદિક પરંપરામાં બને ૫૦૦૦ વર્ષ પૂર્વેના માનવામાં આવે છે.
એ વિવાદાસ્પદ પ્રશ્નને બાજુએ મૂકીએ પણ, બને યદુવંશના હતા. યાદવજાતિ મથુરાની આસપાસ ફૂલી ફાલી હતી. વૈદિક પરંપરામાં પણ વેદના સ્વસ્તિ વાચનમાં અરિષ્ટનેમિને ઉલલેખ આવે છે.
મથુરામાં શ્રીકૃષ્ણ ઉપર આફત આવતાં તે પશ્ચિમ તટે જઈને નવી રાજધાની દ્વારકામાં સ્થાપે છે. ભગવાન અરિષ્ટનેમિનો ઉછેર અને જુવાની દ્વારિકામાં થયાં હોય તેમ લાગે છે. તે વખતની યાદવજાતિ માંસાહારી, દારૂ પીનારી, એશઆરામી અને વિલાસી હતી. યાદવ લકોમાં શારિરીક શકિત ખૂબ જ હતી પણ આધ્યાત્મિક શક્તિ ન હતી. ક્રાંતિ કરતાં પહેલાં અરિષ્ટનેમિ પિતાની પૂર્વ તૈયારી આ રીતે કરે છે.
જૈન કથાનકમાં કહેવામાં આવ્યું છે. એક વખત. કૌતુકવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com