________________
[૨] સર્વાગી ક્રાંતિકારો શ્રી અરિષ્ટનેમિ અને પાર્શ્વનાથ સર્વાગી કૃતિને અર્થ સમાજના બધા અંગમાં ક્રાંતિ કરવાને છે. શરીરમાં ભલે કોઈ એક કે બે અંગે દુઃખતાં હેય; પણ તે શરીર માંદલું ગણાય છે અને તેની સારવાર સંપૂર્ણ શરીરને પણ લક્ષમાં રાખીને કરવામાં આવે છે, તેવી જ રીતે સમાજ-શરીરનાં ભલે અમૂક અંગ બગડી ગયાં હોય; પણ સર્વાંગી ક્રાંતિકાર તે અંગોમાં ગતિ કરતો હોય, તે છતાં તે બધા અંગેનું પણ ધ્યાન રાખતા હોય છે અને ખૂટે ત્યાં શક્તિ ભરત હોય છે. બધાયે ક્ષેત્રમાં ધર્મ કે અધ્યાત્મને ભરતો હોય છે. તે જુએ છે કે દરેક ક્ષેત્રના પાયામાં ધર્મ છે કે નહીં?
જ્યાં જરૂર લાગે ત્યાં તે ક્ષેત્રમાં પડે છે અને પાયા તરફ પિતાની મૂળ દૃષ્ટિ તે રાખે જ છે. તે ખોટાં મૂલ્યોને પાંગરતાં અટકાવે છે અને સાચાં મૂલ્યોની પ્રતિષ્ઠા કરાવે છે. પરંપરાગત સાચાં તને સાચવે છે અને અનિષ્ટોને નિવારી નવી સંસ્થા વડે નવાં મૂલ્યોનું સર્જન કરે છે; સમાજ આખાનું નવીનકરણ કરે છે. એકાંગી ક્રાંતિમાં એવું હેતું નથી.
સર્વાગી કાંતિવાળો સાધક જ્યાં ક્રાંતિ કરવા માગે છે ત્યાંના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ (લેકમાનસ કે ભૂમિકા ) ને જુએ છે. પછી જૂનામાંથી કયાં સારાં તરવો સાચવવાં છે કે કયાં બગડેલાં તો ફગાવવાનાં છે; તેને વિવેક કરે છે. કોઈ દવા બગડી હોય તે રસાયણ શાસ્ત્રી તેને બગાડ દૂર કરી, કેટલાંક નવાં રસાયણે ઉમેરી તેને શુદ્ધ કરી લે છે, તેવી જ રીતે સર્વાંગી ક્રાંતિકાર સાતત્યરક્ષા સાથે પરિવર્તન કરીને સમાજને સમરસ બને છે. એવો ક્રાંતિકાર કઈ નવી વાત રજૂ કરે છે તે તેનું અનુસંધાન જુના સાથે હોય છે. છતાં સામાન્ય માણસો
તો તે વાતને તદન ઊલટી સમજી પ્રથમ વિરોધ કરે છે; પછી બરાબર - કટી કરે છે અને ક્રાંતિકારની પ્રથમ પરિક્ષા ત્યાં થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com