________________
(૩) આત્મ નિર્ણય. એકલાં શાસ્ત્રથી જે ધમને નિર્ણય થાય તે હાનિ થવાને પૂરો સંભવ છે. ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય જે એક લીટીમાં હોય તે જ મોક્ષ થાય.
લેકે કહે છે કે “રાજકારણમાં સંન્યાસી કે બ્રાહ્મણેથી ભાગ ન લેવાય પણ તે બરાબર નથી. ખુદ ઇશોપનિષદના બીજા શ્લોકમાં કહ્યું છે – “કુવનેહ કર્માણિ જીજીવિષેતત શતં સમાઃ ” તે પ્રમાણે સે વર્ષ લગી કર્મ કરવાનું વેદમાં કહ્યું છે. ત્યારે પંચોતેર વર્ષના સંન્યાસી થાય તેને કર્મની કઈ રીતે મનાઈ હોય ?
સવારે નેમિમુનિજી પાસે ભગવાન ઋષભદેવ જેને અમે વૈદિક લોકે આઠમા અવતાર તરીકે ગણીએ છીએ તેમણે શસ્ત્રવિદ્યા શીખવેલી જાણીને ખૂબ જ નવું જાણવાનું મળ્યું છે.”
શ્રી. દેવજીભાઈ: “લોકોની કક્ષા મુજબ રાજ્ય તો છે અને આટલે માનવ જાતને વિકાસ થયા છતાં ચે કંઈક તો અનિષ્ટ રહેવાનું અને તે મુજબ દંડ શકિત પણ રહેવાની. એટલે રાજ્ય પાસે જ્યાં અરાજકતા વગેરે હિંસા ફાટી નીકળે ત્યારે દંડશકિતનો ઉપયોગ ક્ષમ ગણવામાં આવ્યો છે.”
શ્રી. માટલિયા : “ ભગવાન ઋષભદેવને સમાજને ઉચ્ચ કક્ષાએ લઈ જવો હતો અને લઈ ગયા હતા. એટલે જ ગૃહસ્થાશ્રમમાં હથિયારવિદ્યા શીખવી પણ દીક્ષા લીધા બાદ તો પિતાના એક પુત્ર સિવાય બધા પુત્રી–પુત્રીઓને દીક્ષા માર્ગે જ જોડી ગયા છે. જે આટલું સ્પષ્ટીકરણ ન થાય તે તેમને અન્યાય કરી બેસશું.”
પૂ. શ્રી. દંડી સ્વામીએ ખુશ થતાં કહ્યું: “જેનેના ઝાષભદેવ વૈદિક ધર્મમાં આઠમા અવતાર દશ અવતારી પુરૂષની દષ્ટિએ બુદ્ધ નવમા અવતાર આમ વૈદિક, જૈન અને બૌદ્ધ ત્રણેય ધર્મોને સમન્વય થઈ જાય છે. આ
[ શ્રી. માટલિયાએ કૃષ્ણ સંબંધી જે વિચારણુ રજુ કરી હતી તે પ્રવચન-૨ ના અનુસંધાનમાં હેઈને ત્યાં આપવામાં આવેલ છે. ]
(૧૮૦-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com