________________
જેતા નથી. ધીમે ધીમે લોકોને થાય છે કે જીવનમાં વૈભવ અને સત્તા કરતાં પણ કંઇક મહત્વની વસ્તુ છે જેના માટે પ્રભુ ફરે છે! છેવટે શ્રેયાસકુમાર ઈક્ષરસ વહેરાવે છે, અને વર્ષીતપના પારણા કરે છે. ત્યાર પછી તે વખતના ભદ્ર લેકેને સાધુને ભિક્ષા આપવાને ખ્યાલ આવે છે. જ્યારે ઋષભદેવને લાગે છે કે સમાજ એ જ્ઞાન પચાવવા તૈયાર છે ત્યારે તેઓ ચતુર્વિધ [ સાધુ-સાધવી, શ્રાવક-શ્રાવિકા રૂપ ] સંઘની સ્થાપના કરે છે, તેમજ ધર્મક્રાંતિને વિકસાવે છે.
હવે તેઓ વિશ્વના પ્રાણીમાત્રના માતા-પિતા હોઈને સમાજ, રાજય, સંધ વગેરે બધા ક્ષેત્રોમાં નૈતિક ધાર્મિક પ્રેરણા આપે છે; તેની ચોકી રાખે છે. જ્યાં કઈ અનુબંધ તૂટતો હોય ત્યાં તરત સાવધાન કરે છે પોતે પણ જીવનનાં ઉચ્ચ લક્ષ્યને મેળવે છે અને બીજાને પણ પમાડે છે.
આ છે બે ક્રાંતિકારાનાં જીવન અને કવનના રેખા ચિત્રો તે ઉપરથી જે વાત ફલિત થાય છે તે એકે ક્રાંતિકારોનાં જીવનમાં શું શું હેવું જોઈએ? (૧) સૌથી પહેલાં તો પ્રાણપ્રતિષ્ઠા અને પરિગ્રહ, છેડવાની તૈયારી, (૨) દ્વવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું જ્ઞાન, (૩) વહેવાર
અને આદર્શ મેળ પાડવાની યોગ્યતા. (૪) જૂના આદર્શો કે સિધ્ધાંતને સાચવી નવા ફેરફાર કરવાની જાગૃતિ. (૫) સતત જાગૃતિ રાખીને બગડેલા અનુબંધને સુધારવા અને વરેલાને સધવાને પ્રયત્ન
માનવ સમાજના આદિ કાળના બે ક્રાંતિકારનાં જીવન અહીં રજૂ કર્યા છે. હવે પછી બીજા ક્રાંતિકારોનાં જીવન ઉપર ક્રમશઃ વિચાર કરશું, !
ચર્ચા-વિચારણું પૂ. શ્રી દંડી સ્વામીએ ક્રાંતિની આવશ્યકતા દર્શાવતાં કહ્યું : “ધર્મથી જ પ્રજાને સુખ થશે અને તેને આધાર ઋષિઓ અને સંતે છે. મનુસ્મૃતિ અને ઈતર ગ્રંથમાં ત્રણ વસ્તુથી ધર્મના નિર્ણયની વાત આવે છે– (૧) શાસ્ત્ર દષ્ટિ, (૨) જ્ઞાની અનુભવ, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com