________________
બાર કલાક નીકળી ગયા. બળદો તેટલા સમય ભૂખ્યા રહ્યા. લેકે દોડતા દોડતા ગયા અને કહ્યું ભગવાન બળદે ખાતા નથી. તે વખતે તેમને યાદ આવ્યું કે સીકુ તો છોડાવ્યું નથી! પછી તેમણે સીકું છોડાવ્યું. આટલી અજાગૃતિ માટે જૈન કથાકારે લખે છે કે તેના બદલે ભગવાન ઋષભદેવને બાર માસ સુધી તપસ્યા કરવી પડી. જૈન સમાજમાં તે નિમિત્તે આજે પણ વર્ષીતપ થાય છે;
આ રીતે ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવાન ઋષભદેવે જે કંઈ પ્રવૃત્તિ કરી હતી તે બધી પોતાના સ્વાર્થ પ્રતિષ્ઠા માટે નહીં, પણ પ્રજાના સમાજના હિત માટે કરી હતી. એને ખાસ ઉલેખ જબુદીપ પ્રાપ્ત સૂત્રમાં આ પ્રમાણે મળે છે –
પાહિયાએ ઉવદિસઈ રાજા પણ ભોગ વિલાસાથે નહેતા બન્યા. એના માટે પાંચ કારણમાં એક કારણ બતાવ્યું છે – “નીતિ ધર્મ પ્રવર્તાય ” એટલે કે ધર્મ અને નીતિનું પ્રવર્તન કરવા માટે.
ભગવાન ઋષભદેવને સમાજને આ ભૂમિકા સુધી જ રાખો નહતો, એથીયે આગળ સર્વોચ્ચ ભૂમિકા સુધી લઈ જવો હતો ! એટલે ગૃહસ્થાશ્રમ પછી પણ બ્રહ્મચર્યનું નવું મૂલ્ય સ્થાપી; તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો, સાધુ દીક્ષા ગ્રહણ કરી. તેમણે રાજ્ય અને સમાજ
વ્યવસ્થાને બધે ભાર પોતાના મોટા પુત્ર શ્રી ભરતજીને સેપી દીધે. સમાજ પણ ત્યાં સુધીમાં વ્યવસ્થિત થઈ ગયો હતે. બધા વર્ષો પિતાપિતાનું કામ કરતા હતા.
ભગવાન ઋષભદેવે ઉચ્ચ ભૂમિકા સ્વીકાર્યા પછી ધર્મક્રાંતિના બાલ્યકાળ પછી યોગકાળ આવે છે. ભગવાન ઋષભદેવ જાતે વર્ષો સુધી સાધુ–વેશમાં સમાજ આગળ ફરે છે-સાધુચર્યાની સમાજને જાણ કરે છે કરાવે છે. અજાણ લેકોને થાય છે કે પ્રભુને શું દુ:ખ હતું કે સંન્યાસી થયા! કઈ મુગટ તે કઈ મણિ, કેઈ કન્યા તો કઈ ગાય; બધી વૈભવની સામગ્રી પ્રભુ આગળ હાજર કરે છે. પ્રભુ તેના તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com