________________
શાસન સંભાળ્યું, તેઓ રાજા બન્યા, પ્રજાને વ્યવસ્થા બતાવવા માટે, સમાજ ર; નીતિ-ધર્મયુક્ત નિયમ અને વહેવાર બનાવ્યા, શિક્ષણ આપવાનું, સંસ્કાર રેડવાનું કામ પણ તેમણે જાતે કર્યું. કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા પોતે પ્રત્યક્ષ આચરીને બતાવી. તેમણે નગરી વસાવી. વાસ્તુશિલ્પ બતાવ્યું. આ રીતે જ્યારે એક સમાજ સ્થાઓ, રાજય પણ બન્યું - આમ તેના સુચારૂ સંચાલન માટે ન્યાય અને દંડની વ્યવસ્થા પણ કરી. તે વખતના લોકો બહુ જ વિનીત અને ભદ્રિક હતા એટલે તેમણે નગરીનું નામ “વિનીતા' રાખ્યું. દંડ વ્યવસ્થામાં માત્ર ત્રણ શબ્દ જ મૂકયા –હકાર એટલે કે “હે! તમે આવી ભૂલ કરી છે !માકાર એટલે કે આવું કરશે મા ! ” અને ધિકકાર એટલે કે “ધિકાર છે. તમને ! આવો અપરાધ તમે કરો છો?
આમ જોવા જઈએ તો તેમણે જે કંઈ કર્યું તે અહિંસક ઢબે કર્યું -અહિંસાના પ્રચાર માટે કર્યું. દંડ વ્યવસ્થામાં જે કયાંયે પ્રાણ-દંડ ન હતું તે ખેતી પણ અહિંસાના પ્રતીક સમ હતી. જે લેક ખેતી કરી અનાજ પકવીને ન ખાય તો તેઓ પ્રાણીને મારીને ખાતા. એટલે તેમણે સમાજના દરેક પ્રશ્નમાં જાતે ઉકેલ આણ્યો. તેમણે અકર્મ ભૂમિકાવાળાં જીવનનાં જૂનાં મુલ્યોને નિવાર્યા અને કર્મ ભૂમિકાના સાચા મૂલ્યની સ્થાપના કરી. તેમણે સહયોગી જીવન જીવવાની કળા બતાવી. આ રીતે સર્વક્ષેત્રીય ક્રાંતિને પા નાખ્યો.
ક્રાંતિકારના જીવનમાં કેટલી જાગૃતિ કવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની હેવી જોઈએ તે માટે એમના જ જીવનનો એક પ્રસંગ છે. તે વખતની પ્રજાને ભગવાન ઋષભદેવે બળ વડે ખેતી કરવાનું સૂચવ્યું, પણ અનાજનો ખાળો કાઢતી વખતે બળદો અનાજ ખાવા મંડયા. એટલે તરત તેઓ ઋષભદેવ પાસે ગયા અને તેમને જઈને પૂછયું : “પ્રભુ! બળદ અમારૂં અનાજ ખાઈ જાય છે, તેનું શું કરવું?”
તેમણે મોઢાં ઉપર સી, બાંધવાનું સૂચવ્યું, પણ કામ થઈ ગયા - પછી તે છોડવાનું ન સૂચવ્યું. બિચારા ભોળા ખેડુતોએ સીકું ન ખેલ્યું. બળદો આગળ ઘાસ નાખ્યું–નીરણ કર્યું પણ બળદ ખાય નહી. આમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com