________________
નીતિ નિયમો ઘડ્યા. એ સમાજ-શાસ્ત્રનું નામ રાખ્યું “મનુ-સ્મૃતિ” લેકેએ તેમના એ શાસ્ત્રને માન્ય રાખ્યું. પણ દરેક પ્રક્રિયા વખતે થાય છે તેમ લોકોએ તરત જૂની પ્રણાલિકા છેડી હેય અને નવીને સીધી રીતે અપનાવી હોય તેવું બન્યું નથી. વ્યક્તિને બદલવામાં પણ કેટલી મુશ્કેલી પડે છે તો આખા સમૂહને બદલવામાં કેટલી મુશ્કેલી મનુભગવાનને પડી હશે? તે વખતે તેમનું લેકોએ અપમાન પણ કર્યું હશે; યાતનાઓ પણ આપી હશે પણ અંતે બધી કસોટીમાંથી પસાર થઈને તેમના સમાજશાસ્ત્રને લેકેએ સ્વીકાર કર્યો હશે.
આમ આદિમનુએ જેને વ્યવસ્થિત સમાજ કહી શકાય; અને પરસ્પરના સહયોગથી–સરળતાથી કાર્ય થઈ શકે તે અંગે સર્વ પ્રથમ એકાકી ભટકતા માણસને માર્ગદર્શન આપ્યું અને સર્વાગી ક્રાંતિ કરી.
[૨] કાંતિકારઃ ઋષભદેવ મનુ ભગવાને તે વખતની પ્રજાને સમાજ અંગેનું તત્ત્વજ્ઞાન આપ્યું; વિચાર–પ્રચાર કરીને તેને રસ લેતી કરી, તે અંગે નિયમોનું શાસ્ત્ર રચ્યું; દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવ જોઈને સર્વક્ષેત્રીય ક્રાંતિના યજ્ઞ માટે કોને તૈયાર કર્યા, પણ અમલમાં મૂકવાનું અને પ્રત્યક્ષ કરીને બતાવવાનું કામ ભગવાન ઋષભદેવે કર્યું છે.
જૈન આગમોમાં ભગવાન ઋષભદેવના જીવનનું વર્ણન મળે છે. તેમણે અકર્મ–ભૂમિકાવાળી પ્રજાને કમ–ભૂમિકામાં લાવવા માટે ત્રણ સૂત્ર આપ્યાં –(૧) અસિ (૨) મસિ અને (૩) કૃષિ. એ ત્રણેય ત્રણ વર્ણોના પ્રતીક છે
અસિ–એટલે તલવાર-શસ્ત્ર વિદ્યાના પ્રતીક રૂપે સમાજની સંરક્ષણ વિ.ની જવાબદારી. મસિ એટલે શાહીને ખડિયા એ ઉત્પાદનના વિતરણ અને વહીવટનું પ્રતીક. અને કૃષિ = એટલે ખેતી-ગોપાલન, ગ્રામોદ્યોગ, ગૃહેલ્લોગ. આમ આ બધાં જુદા જુદા સમાજ સેવાનાં કાર્યોનાં પ્રતીક બન્યાં.
ભ. ઋષભદેવે પોતે જાતે પ્રત્યક્ષ કરીને તે વખતની પ્રજાને ખેતી, પાકવિદ્યા, પાત્ર-નિર્માણ વગેરે વિદ્યાઓ શીખવી. તેમણે સર્વ પ્રથમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com