________________
૧] પ્રથમ ક્રાંતિકાર : આદિમનુ હવે એજ ક્રમે આપણે ક્રાંતિકારોનાં જીવનની શોધ કરશું તે - જેને સમાજ કહી શકાય એ રૂપે માનવ સમુદાય ભેગા થયે અને રહેવા લાગે તે કાળમાં જેણે કંઇક સામાજિક વ્યવસ્થિતતા આપી તે હતા આદિમનું! તેઓ તેમજ ભગવાન ઋષભદેવ બને સમકક્ષાના આદ્ય ક્રાંતિકાર હતા.
તે વખતના આદિમનુના જીવન અંગે કંઈપણ સ્પષ્ટ ઉલ્લેખ શાસ્ત્રી કે પુરાણમાં મળતું નથી. પણ તેમણે મનુસ્મૃતિ નામને જે ગ્રંથ આપ્યો છે તે ઉપરથી ખ્યાલ આવી શકે છે કે તે વખતને સમાજ કેવો હશે?
તે વખતના લેકે જંગલમાં રહેતા. વૃક્ષ, ફળ, ફૂલ, પાંદડા વગેરે ઉપર જીવન ગાળતા હતા. તે વખતે કુટુંબ સમાજ કે રાજ્ય વગેરે નહાતાં બન્યાં. લેકે વ્યક્તિગત જીવન જીવતા હતા. કોઈના ભરણ-પોષણ અને રક્ષણની જવાબદારી કોઈ બીજા ઉપર ન હતી. * મનુ ભગવાને વિચાર્યું હશે કે બે હાથવાળા માનવ કેટલો શક્તિશાળી છે? એની બુદ્ધિ, હૃદય, ઇકિય, શરીર વગેરેની શક્તિઓ જે ખિલી શકે અને એ વ્યવસ્થિત સમાજ બનાવીને રહે, તો બધાયે પિતાપિતાની શક્તિ પ્રમાણે સમાજના ધારણ-પોષણ-રક્ષણ-સર્વસં– શાધનની જવાબદારી ઉપાડે તે એક મોટું કામ થાય ! માણસ તે વખતે જે અતિ પરિશ્રમી અને સંરક્ષણ વગરનું જીવન જીવતા હતા. તે ઘણું સરળ અને આનંદમય જીવન જીવી શકતું હતું.
મનુભગવાને પહેલાં તો અંગત ચિંતન કર્યું. એમના મગજમાં એ વિચાર પણ આવ્યા કે જ્યાં સમાજ ઊભો થશે ત્યાં બધા કંઈ એક સરખી પ્રકૃતિના નહીં હોય! એટલે અથડામણ પણ થવાની. નિબળેને સબળ દબાવવાના; તે સમયે આ સમાજ શું કરશે? એટલે એમણે સમાજના ચાર વર્ણ, ચાર આશ્રમે તથા એ બધાંનાં કર્તવ્ય અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com