________________
આવી સર્વાગી ધર્મક્રાંતિ કયારે થાય છે, એ માટે શાસ્ત્રીય પ્રમાણુ આ પ્રમાણે છે :
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थाननधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम् । ધર્મ-સંસ્થાનાય સમવામિ યુગે યુગે છે
આને અર્થ તો સુસ્પષ્ટ અને સુવિદિત છે. જ્યારે જ્યારે ધર્મ અને સંસ્કૃતિને વાસ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું પિતાના તે (ક્રાંતિકારને) સજુ . સજાના રક્ષણ માટે એટલે કે જગતમાં સાચાં મૂલ્યો સ્થાપવા માટે અને દુજનોના નાશ માટે એટલે કે બેટાં મૂલ્યો ને નીવારવા માટે એવા ક્રાંતિકારી યુગેયુગે આવે છે. તેનામાં ભગવદ્ અંશ હોય જ છે. ક્રાંતિ-પ્રેરક વ્યક્તિ પણ વાહનસમાજ !
હવે એ વિચારવાનું છે કે ક્રાંતિ વ્યક્તિ દ્વારા થઈ શકે કે સમાજ દ્વારા ? ભારતના આજસુધીના ઈતિહાસમાં ક્રાંતિની પ્રેરક વ્યક્તિ થઈ શકે પણ તેનું વાહન તે સમાજ કે સંસ્થા જ બની શકે !
ક્રાંતિ પ્રેરક વ્યક્તિએ; જેણે સમાજના માધ્યમ વડે ક્રાંતિ કરવાની તેણે શું-શું જોવું જોઈએ? આ અંગે જૈનશાસ્ત્ર દશવૈકાલિક સવની એક ગાથા વિચારણીય છે –
बलं थामं च पेहाए सद्धा मारुग्गमन्वणो। खेतं कालं च विनाय तहप्पाणं निउंजए॥
ક્રાંતિ પ્રેરકે પિતાની અને સમાજની શક્તિ, ઉત્સાહ, શ્રદ્ધા, આરોગ્ય, ક્ષેત્ર અને કાળ જોઈને ક્રાંતિ માગે ઝંપલાવવું જોઈએ. તેમજ ક્રાંતિના પ્રેરકે પિતાને સમાજ કયાંથી શરૂઆત પામ્યો ? ત્યાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ પ્રમાણે શું શું પરિવર્તને આવ્યાં છે તે બધું વિચારીને વર્તમાન પરિસ્થિતિને તાળો મેળવીને તેણે ક્રાંતિ કરવાની રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com