________________
હોય છે અને એ હતી-ન હતી થઈ જાય છે. દા. ત. એક છોકરો માસ્તર પાસે ભણવા જાય છે તે ભણતો નથી. માસ્તરે એને સેટીથી માર્યો. છોકરો તોહાન બંધ કરીને ભણત થઈ જાય છે, પણ એના દિલમાં ભય અને હિંસાના જે સંસ્કાર પડયા છે તે નીકળવાના નથી. તે મોટો થશે ત્યારે પિતાની પાસે કામ કરતા માણસોને ધાક-ધમકી અને મારથી કામ લેવાના ઉપાયો અજમાવશે. કારણ કે, તેને પ્રેમથી સમજાવીને કામ લેવાની રીત માસ્તરે બતાવી ન હતી. આ રીતે તેના દિલ ઉપર ખોટા પ્રત્યાઘાતો પડયા, અને હિંસાની પ્રતિષ્ઠા વધી. એવી જ રીતે સમાજમાં, રાજ્યમાં જ્યાં જ્યાં હિંસાથી બધા પ્રશ્નોને ઉકેલ લાવવામાં આવે છે, એના પ્રત્યાઘાતો પણ થયા છે; તેમજ એ ક્રાંતિ ચિરસ્થાયી હોતી નથી. આપણે તે અહિંસક ક્રાંતિમાં માનીએ છીએ અને એના વડે જ સમાજના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ, સમાજરચના, નવનિર્માણ કે સમૂળું પરિવર્તન જેટલાં અહિંસક ક્રાંતિ વડે ઊંડા અને સ્થાયી બને છે તેટલાં હિંસક ક્રાંતિથી થતા નથી. એકાંગી કાંતિ અને સર્વાગીક્રાંતિ
ઘણું લેકે એકાંગીક્રાંતિ અને સર્વાંગી ક્રાંતિનો ભેદ સમજતા નથી અને એકાંગી કે અનેકાંગી ક્રાંતિને પણ સર્વાગી ક્રાંતિ કહી દે છે. એટલે બને ભેદ સમજવો જોઈએ.
એકાંગી ક્રાંતિ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચારમાંથી કઈ એક અંગને લઈને થાય છે. અનેકાંગી એક કરતાં વધારે પણ ચારેય અંગે અને બધાય ક્ષેત્રોને નહીં; એવી ક્રાંતિ છે. ત્યારે સર્વાગી ક્રાંતિ આ ચારેય અંગોને અને માનવ જીવનનાં બધાં ક્ષેત્રોને સ્પર્શને ચાલે છે. આવી સર્વાગી ક્રાંતિ તીર્થકરે, ક્રાંતિના દક્ષ અને સર્વાગી પુરૂષો દરેક ક્ષેત્રમાં કરે છે. તેને ધર્મક્રાંતિરૂપે પણ માનવામાં આવે છે. પણ આ ધર્મક્રાંતિ કેવળ ધાર્મિક ક્ષેત્રમાં જ નહીં, જીવનનાં બધાયે ક્ષેત્રને આવરી લેતી હોઈ તે સર્વાગી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com