________________
ર૨૨
તેમને એવી કોઈ બાળ-બચ્ચાંની ચિંતા નથી એટલે સાધુ-સાધ્વીઓએ સ્પષ્ટ રીતે ઉપદેશ વડે અને આચરણ વડે તે કહેવું પડશે અને સાધક-સાધિકાઓ આચરણથી આ વસ્તુને છોડશે તે જ સમાજમાં મંતિ થઈ શકશે. સંતે એ વિશ્વકુટુંબી હોઈ તેમને કોઈપણ જાતની ભયની ગ્રંથિ રાખવાની જરૂર નથી. - સધર્મોના લોકોના મિલન વખતે બધાને સાંકળનાર ભજને સાધક ગાય તે બધાને તે પતીકાં લાગશે. સત્યનારાયણની કથા બધા વર્ણવાળાઓને આવરી લે છે. સૂફી અને સાયરી સંપ્રદાયમાં, બધાને સમન્વય કરતી એવી જ બીજી કથા ગોઠવેલી છે. કવિ સત્તાર શાહે આ દિશામાં મોટું કામ કર્યું છે. તેમણે સર્વધર્મના ઈશ્વરનો સમન્વય કરતું પદ રચ્યું:–
'प्रथम नमुं परब्रह्म खुदा !' –આ પદ કરીને તેમણે સર્વધર્મસમન્વય કરી નાખે. આવાં -ભજેને ગાવાથી લોકો આકર્ષાશે અને ધીમે ધીમે વિચારતા થશે. લેકને ચર્ચામાં રસ હોય છે તો કથાસાહિત્ય કે ભજનસાહિત્ય વડે સર્વધર્મ સમન્વય થઈ શકે છે. નાના ગામડામાં તે હિંદુઓ સાથે મુસલમાને પણ ભજન-કથામાં આવે છે અને ત્યારે હરિજન–પરિજનનો ભેદ મટી જાય છે,
નાનાભાઈ ભટ્ટે જ્યારે ભાગવત વંચાવી ત્યારે એક શર્ત મૂકી કે ભાગવતની આરતી એક સવર્ણ કન્યા અને એક હરિજન-કન્યા ઉતારશે. તેથી તેમની પત્નીને આંચકો વાગ્યા પછી તેણે કહ્યું : “એ હરિજન કન્યા નાહી જોઈને તે આવશે ને?”
નાનાભાઈએ કહ્યું : “હાસ્તો ! નહાયા વગર નહીં આવે! ”
પછી પ્રસાદ વહેંચાયો ત્યારે બધાને એક લાઇનમાં બેસાડયા. બધાને કહી દીધું: “આ તે જગન્નાથનો પ્રસાદ છે. એમાં પંકિતભેદ રખાય જ નહીં.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com