________________
બૌદ્ધ, ઈસાઈ ગમે તેમાં હોય; વહેલી તકે દૂર થવી જોઈએ. આ માટે કેટલીક મુશ્કેલીઓ આવશે પણ તેને દૂર કરવી જ રહી. * ગૃહસ્થ સાધક કુટુંબ સાથે રહેતે હેય-ત્યાં સગાસંબંધી વિરોધ કરતા હોય તો તેમને સમજાવવા માટે પ્રયાસ કરે એ. ઘણી વખતે ધર્મઝનૂનના કારણે તેઓ સમજતા નથી–ત્યારે એમને આંચકા આપવા પડે. એ માટે તેણે હરિજનને સ્થાને જવું જોઈએ, ત્યાં રહેવું જોઈએ. તે પોતે જમણ રસોડા બહાર જમે, પાણિયારું નેખું રાખે, તો કદાચ કટુંબના નજીકનાં પાત્રોને આંચકો લાગશે.
સૌરાષ્ટ્રમાં અમારા એક પરિચિત કાર્યકરે આવું કર્યું. એની માતા અકળાઈ. પહેલાં તે તેને દૂર રાખતી. અંતે માનું હૃદય પીગળ્યું. પછી તેણે થાકીને કહ્યું: “તું જાણે તારું કામ જાણે!”
સંયુક્ત કુટુંબમાં ઘણી વખત બધાને તે વિચાર ગળે ઊતરતા નથી. ત્યાં પત્ની-બાળકો વગેરેને આર્થિક સગવડ એક મર્યાદાની જેમ જ આપવી; આ ક્રાંતિની મર્યાદા પૂરેપૂરી પાળવી. તે બધાંની સાથે ચેખવટ કરી લે કે “મેં આ મર્યાદા સ્વીકારી છે. આવી મર્યાદા બીજાને વિચાર કરતા કરી મૂકે છે. એક કાર્યકર આવી મર્યાદા કરે ત્યારે પત્નીનો ભાઈ ઘરે આવે; તે રસોડે જમે અને પતિ બહાર જમે-આ બાબત પત્નીને મોટો આંચકો આપશે. પિતાની મર્યાદા ઉપર મક્કમ રહેવાય તે કુટુંબીજનેને ધીરેધીરે પિતાના તરફ વાળી શકાશે, તેમાં શક નથી.
આ અંગે સાધુ-સંતો ગૃહસ્થ કરતાં આગળ છે. તેઓ ધર્મશાસ્ત્રનું વિધાન આપી પડકારી શકે છે કે ત્યાં કયાંયે આભડછેટનું વિધાન નથી. વશિષ્ઠથી વિનોબા સુધીનો સંત–પરંપરા એની સાક્ષી છે. સંતોમાં ભેદભાવ ઉત્પન્ન કરવાની વાત જ નથી. કેવળ મહત–મઠાધીશો કે પુરોહિતોએ આ ભેદબુદ્ધિ પેદા કરી છે. મહંત-પુરોહિતે મોટે ભાગે ધમને વેપાર કરતા હોય છે. એ વેપારમાં તેમને ઘરાકી તૂટવાની બીક રહે છે. તેથી સાચું જાણવા છતાં બોલી શક્તા નથી. પણ જેમણે ઘરબાર ત્યામાં છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com