________________
૨૨૦
ત્યાં સવર્ણ લોકો હલકા વર્ણનાં લેકને પાણી ભરવા દેતા નથી; કે કુવા ઉપર ચડવા દેતા નથી. ચિકિત્સાલયો અને દુકાનમાં તે આ વાત ધટતી જાય છે પણ કુવા તળાવ વગેરે ઉપર આવું થતું ઘણીવાર જોવામાં આવે છે.
સાધુસંત જ્યાં આવું થતું જુએ ત્યાં શુદ્ધિગ કરે. ઘણી વખતે આવા શુદ્ધિપ્રયોગ કરતાં પહેલાં, પેલાં અસવર્ણ લોકોની તૈયારી હતી નથી, એટલે તેમને જાગૃત કરીને. પાકા કરીને આ પગલું ભરવું જોઈએ. અગર તે એવા લોકો સાથે મીઠો સંબંધ રાખનાર સવર્ણ ભાઇઓ હેય તેમના મારફત એ લોકોને પ્રતિષ્ઠા અપાવવી જોઈએ. આ કાર્ય એક સાધક ઈચ્છે તે એક સીમિત ક્ષેત્રમાં કરી શકે છે કે જ્યાં એનું જન્મક્ષેત્ર, કર્મક્ષેત્ર કે સેવા-ક્ષેત્ર હોય ત્યાં સાર્વજનિક-સ્થળામાં અને ઉપાસના-સ્થળોમાં ભેદભાવ ન રહેવા પામે તેમજ તે સ્થળો બધાં માટે ખુલ્લાં રહે તે માટે તે આંદોલન કરી શકે; તપ-ત્યાગ-બલિદાન આપી શકે. એ માટે સાધુ-સાધ્વીની જેમ સાધક-સાધિકાઓ પણ આંદોલન કરી શકે. ' એ આંદોલન કરવાની જરૂર છે કારણકે આ પ્રશ્નના મૂળમાં પરંપરાગત ધાર્મિક માન્યતા પડી છે; આફ્રિકામાં જેમ ત્યાંના આદિવાસી નીગ્રો પ્રત્યે રંગભેદ, કરતા કે દ્વેષ છે તેમ અહીં હરિજને પ્રત્યે નથી. એ તે એક પ્રકારની મૂઢતા છે કે હરિજન લોકો મંદિર-ધર્મસ્થાનકમાં આવે તે અભડાઈ જવાય. આ શિબિરને એક વિષય
મૂહતા" હતો અને તેની વિચારણા દરમ્યાન એ સારી રીતે સમજી લેવાયું છે કે મૂઢતા એ ધર્મનું અંગ નથી, પણ તેને ચેટી ગયેલી વસ્તુ છે, તેને દૂર કરી શકાય છે. - આ એક માણસને અડવું અને બીજાને અડતાં આભડછેટ લાગે એ વસ્તુ માનવતાહિણી, પાયાવગરની ખોટી છે. તે કોઇનામાં-જૈન, હિંદુ, .. કે “દર્શન વિશુદ્ધિ” નામે તે પ્રવચને પુસ્તક ૮ રૂપે છપાય છે.--સંપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com