________________
* [૧૭] શિબિરાર્થીઓને સર્વાગી કાંતિમાં ફાળે
[ શ્રી દુલેરાય માટલિયા] સર્વાગી ક્રાંતિમાં શિબિરાર્થીઓ કઈ રીતે કેટલો ફાળો આપી શકે, એ અંગે કંઈક વિચારવાનું છે. આ શિબિરમાં સાધુસંન્યાસીઓ છે તેમજ બ્રહ્મચારી સાધક-સાધિકાઓ તથા જનસેવક-સેવિકાઓ પણ (જુદી જુદી કક્ષાના) છે.
સૌથી પહેલાં જોઈએ કે સાધુસંન્યાસીઓ શું ફાળે આપી શકે ?
ધર્મ સમસ્ત માનવમાત્ર માટે છે. તે ઘમની આરાધના કે ઉપાસનાના સ્થળો પણ માનવ માત્ર માટે ખુલ્લાં થવાં જોઈએ. કેઈપણ ધર્મ એમ નથી કહેતા કે આ અમુક જ જાતિ–વર્ગના લોકો છે. તે તે સસ્મત માનવ માટે છે એમજ તે જણાવે છેદાવો કરે છે. ત્યારે તેના ધર્મસ્થાનકે, આત્મજાગૃતિ, ઉપાસના, કે વ્યાખ્યાનો દરેક માનવમાત્ર માટે હેવાં જોઈએ. એ ન્યાયે ધર્મસ્થાનકો જેમાં મંદિર, મઠે, ઉપાશ્રયે, ચર્ચો, મજિદે ગુરુદ્વારાઓ, વિહારો બધાયે આવી જાય છે. તે બધાયે માન માટે ખુલ્લાં હોવાં જોઈએ. હવે તે ધર્મસ્થાનકે માટે વર્ગ–ભેદ કરવામાં આવે તે આંચકો આપવા માટે, ન કે દિલ દુભવવા. માટે, સાધુસંતે એટલું નક્કી કરી શકે કે “અમે તેવા ધર્મસ્થાનકમાં ઉપાસના માટે નહીં જઈએ!”
પૂ. દંડી સ્વામીજીએ આવું પગલું લીધું છે અને તે સ્તુત્ય તેમજ અનુકરણીય છેજ, પણ એમાં એક ડગલું આગળ જવાય તે આ તિમાં ઉમેરો થાય. તે એકે ખાસ કરીને ગામડામાં જવાશ, દવાખાના, દુકાને વગેરે સર્વ માટે ખુલ્લો કરવાં કે કરાવવાં. ગામડાંમાં કેટલેક સ્થળે લખેલું હોય છે કે “આ સાર્વજનિક કરે છે !” પણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com