________________
૨૨૩
આ રીતે કરવાથી લોકો મૂઢતા ખખેરી નાખશે. તેમની આગળ આજના પ્રગતિશીલ દાખલા પણ મૂકવા કે જગન્નાથનું મંદિર બધા માટે ખુલ્લું છે. ત્યાં પ્રસાદમાં કોઈ ભેદભાવ રખાતો નથી. આમ કહી જેટલી ભેદબુદ્ધિ તોડી શકાય તે તોડવી જોઈએ.
જે કુટુંબમાં દશાશ્રીમાળી, વૈષ્ણવ અને સ્વામીનારાયણ પંથને માનનારી કન્યાઓ આવે છે ત્યાં જદા-જુદા ધર્મોમાં કેટલો સમન્વય છે એ વસ્તુનું પ્રતિપાદન ધર્મપ્રથાના પ્રમાણહારા કરવું.
એવી જ રીતે કોઈ હિંદુઘરમાં મુસ્લિમ–કન્યા આવે તો તેને પૂરેપૂરી પ્રતિષ્ઠા આપવી. અમારે ત્યાં નાગોરીભાઈ છે. તે મુસ્લિમ છે. તેમણે લગ્ન હિંદુકન્યા સાથે કર્યા અને તેનું નામ “બ્રાહ્મણું” રાખ્યું છે. તેઓ દરરોજ બાપુજીવાળી સર્વધર્મ સમન્વયની પ્રાર્થના કરે છે; સંસ્કૃતના બલકે, કુરાનની આયાત; કોઈવાર “Lead kindly light” વાળી ખ્રિસ્તી પ્રાર્થના બોલે છે. તેથી સર્વધર્મનું સહજ મિલન થઈ જાય છે. આવા કુટુંબને પિતાના જન્મ-ધર્મ-કર્મ-ક્ષેત્રમાં લાવીને લોકોને પરિચય પમાડ કે ધર્મો જુદા હેવા છતાં કેટલા પ્રેમથી તેઓ રહી શકે છે.
હવે બ્રહ્મચારી સાધક તરફ વળીએ. જે તેની હિંમત હોય અને વાત ગળે ઊતરતી હોય તે તેણે શાંતિ સૈનિક, ખડા સૈનિકનું કાર્ય કરવાની તૈયારી બતાવવી. ખાસ કરીને અપરિણીત હોય ત્યાં સુધી જ એણે નામ લખાવવું કારણકે પરણ્યા પછી, કુટુંબ વધતાં, તેને મૂકીને હેમાઈ જવાને કોઈ અર્થ નથી. “બાળકો ! ભગવાનના ભરોસે છે. હું ચાલે!” એમ કહીને જનાર પતિ બિનજવાબદાર જ ગણાશે. તે ઉપરાંત ત્યાં માત-ઉપાસના અને નારી સમાદારાની વાત પણ તૂટે છે.
આ વાત આપણુ શિબિરના સાધક ઉપર કેટલી લાગુ પડે છે તે હું જાણતો નથી. સામાન્ય રીતે કેટલીક આવી વાતો સામે આવે છે ત્યારે કેટલાક સાધકો એમ કહે છે કે “ મારી સ્ત્રી સમજતી નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com