________________
વાત ગળે ઉતરાવી. પોતે પોતડી પહેરી કોટપાટલૂન વાળાને સાચી એટીકેટ બતાવી. આમ જે જાતે કાર્ય કરે તેજ ક્રાંતિ કરાવી શકે. આપણાં સદ્ભાગ્ય છે કે આપણે ગાંધીજીના કાળમાં જન્મ્યા છીએ અને સર્વાગી ક્રિાંતિના તેમના કાર્યને પકડી ને ચાલતા ભાલનળકાંઠા યોગમાં
ડે હિસે આપી રહ્યા છીએ. - શ્રી દેવજીભાઈ : ગાંધીજી અને સંતબાલજી બનેમાં સર્વાગી ક્રાંતિકાર અને અનુબંધકારને સુદર તાળો મળી ગયો છે. ગાંધીજી દરેક ક્ષેત્ર અને દરેક ધર્મના હતા. સંતબાલજી જૈન હોવા છતાં, ગીતા, રામાયણ, કુરાન બાઈબલની દરેક વાતે કરે છે. જનતાથી લઇને રાષ્ટ્ર અને પરરાષ્ટ્રની વાત કરે છે. આજે કદાચ લોકો તેમને જોઈએ તેટલા ન ઓળખી શકે પણ અનુબંધકારની એક પણ પ્રક્રિયા હેતુ-વગરની હોતી નથી.
પૂ. દંડી સ્વામી : “ગાંધીજી ચૂસ્ત વૈષ્ણવ છતાં સર્વધર્મ સમન્વયકાર હતા. દરેક ક્ષેત્રને તેમણે પિતાને સ્પર્શ આપે છે. જેનો, બૌહો, વૈદિકે દરેકને તેઓ પતીકા લાગે છે. ત્યારે વર્ણના તેઓ હતા. બ્રાહ્મણ તેઓ સંસ્કારથી હતા. તેમણે ક્ષાત્રકર્મ આચરીને સ્વરાજય અપાવ્યું. સેવા કરીને સાચા શુદ્ર હતા અનેક જન્મે તે વૈશ્ય જ હતા. તેથી તેમને વર્ણ-ધર્મ-આશ્રમ દરેક ક્ષેત્રમાં ભળે છે.
રામાનુજ, વલ્લભાચાર્ય કે શંકરાચાર્યું કંઈક કર્યું પણ ગાંધીજીએ જે કર્યું તે કોઈએ ન કર્યું. તે છતાં તેમના વિરોધીઓ હતા. તેમાં અભિમન્યુના સાત કાઠા જેવા વિરોધીઓ નીચે પ્રમાણે ગણી શકાય –
(૧) બહેને તેમના દીકરા જેલમાં જતાં ને તેમને ન ફાવતું.
(૨) બ્રિટીશ ? તેમના માટે ગાંધીજી ન પકડમાં આવનાર શક્તિ રૂપે હતા.
(૩) છાપન લાખ સાધુઓ માંડ છપ્પને તેમની વાત સાંભળી હશે. . (૪) રાજા-મહારાજા, બાપુ-ઠાકર તેમને હતું કે આ દાળ-ભાત, માનાર ાણિયે શું સ્વરાજય આણશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com