________________
૨૧૫
રીતે આ પ્રક્રિયાને આગળ ચલાવી રહ્યા છે. પણ, ગાંધીવિચારના આ પગકારની શકિત આજે એકત્રિત નથી. તે ત્રણેને સાંકળવાનું કામ જે અનુબંધ વિચારધારાનું છે તે રીતે સંકલિત થતા નથી. તેથી જેમ સૂર્યનાં કિરણો જુદા જુદા પડી ગયાં પછી વેર-વિખેર થઈ જાય છે. તે પ્રજ્વલન શક્તિ પ્રગટ કરી શકતા નથી, પણ તેજ કિરણે જે હીરાં કાચમાં ભેગા થઈ જાય (એકત્રિત થાય) તે બાળી શકે; તેમ જે એ ત્રણેને યથાયોગ્ય અનુબંધની દષ્ટિએ ગોઠવીને એકાગ્ર કરવામાં આવે અને અનુબદ્ધ થઈને પ્રયોગ કરવામાં આવે તો સર્વાગી શક્તિ પ્રગટ થઈ શકે. એટલે મારું જ સાચું છે એવું અભિમાન છોડી ગાંધીવિચારધારાનાં મૂળિયાં તપાસી વિશ્વદષ્ટિએ સંગઠનો દ્વારા ઘડતરનું કામ એ ત્રણેએ હાથ ધરવું પડશે. તે જ ગાંધીજીએ પ્રગટાવેલ સર્વાગી ક્રિાંતિ વહેલી તકે આગળ ધપી શકશે.
હવે જમાને એ આવતા જાય છે કે માત્ર વિચાર આપવાથી કામ નહીં ચાલે! વિશ્વના જુદા જુદા હિંસક પરિબળાની સામે જવા માટે અહિંસાની દિશામાં કામ કરનારા વ્યાપક અને સર્વાગી દષ્ટિવાળા સંગઠન ઊભાં કરવાં પડશે; તેમનું સંગઠન નૈતિક બુનિયાદ પર કરવું એ પડશે અને તેમના વડે અહિંસક પ્રયોગો કરવા-કરાવવા પડશે. તેજ
સર્વાગી ક્રાંતિમાં ફાળો આપ્યો ગણાશે. રાહતનાં કામને બદલે શાંતિનાં કામો મૂલ્ય પરિવર્તનનાં કામો વધારે લેવાં પડશે; તેજ સર્વાગી ક્રિાંતિના પાયો નખાશે. આ કાર્ય જેટલું જલદી અનુબંધિત થશે તેટલીજ વહેલી કાંતિની ઉષા પ્રગટશે.
ચર્ચા-વિચારણ શ્રી. પુંજાભાઈ એ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “ગાંધીજી આરંભે શૂરા ન હતા પણ જે કાર્ય ઉપાડતાં તેમાં આરપાર થઈ જતા. પરવડા જેલમાં તેમણે અનેક પ્રકારના કેદીઓ વગે હાથે ઝાડ કાઢવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com