________________
૨૧૧
ગુલામ કેણ હતા ? ચંપારણના ખેડૂતે, ગળી કારખાનામાં કામ કરનારા મજૂરો. એ બન્ને ને અધિકાર અને મુક્તિ અપાવ્યાં. જેફટસની રંગભેદ-મુકિતની નીતિ તેમણે હરિજને સાથે સવર્ણો દ્વારા થતી આભડછેટ દૂર કરવામાં અપનાવી. મજૂરોનું ખેડૂતોનું નૈતિક સંગઠન કર્યું.
તેમણે જૈનોને વ્રત-વિચાર લીધે. ખ્રિસ્તીઓની સેવા મુસ્લિમોને બ્રાતૃભાવ અને પારસીઓની પવિત્રતા લીધી. બધાને સમન્વય કર્યો અને એ બધાને આશ્રમ જીવનમાં વણી લીધા. પ્રાર્થનામાં બધા ધર્મની પ્રાર્થનાનો સમન્વય કર્યો. તેમના આશ્રમજીવનમાં પ્રામાણિક આજીવિકા, માનવસેવા, વ્રતબદ્ધતા, શ્રમનિષ્ઠા વગેરે વિવિધ ધર્મોનાં તારણ રૂપે આવ્યાં. તેમણે હિન્દને ઉર્દૂ, સંસ્કૃત-હિંદી વગેરેના મિશ્રણરૂપે હિંદુસ્તાની ભાષા આપી; અને ગુલામ હિંદની પ્રજા જાગૃત થઈ. બહારથી જોઈએ તે ગાંધીજીએ શું કર્યું, તે કોઇને ગણના પાત્ર ન લાગે, પણ તેમણે જેમ-જેમ સત્યો લાધતાં ગયાં તેના વડે લોકજાગૃતિ આણી અને વિજેતા બન્યા. તે માટે તેમણે આક્રમક નીતિ દાખલ ન કરી પણ ભારતીય પરંપરા પ્રમાણે તેઓ ગયા.
એટલે સ્વરાજ્ય આવ્યું પણ બ્રિટીશ પ્રજા સાથે ડંખ-દ્વેષ ન રહ્યો. આપણું પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન બની શક્યા, ક્રાંતિ અહિંસા વડે ન થઈ શકે–એ આખો સિદ્ધાંત તેમણે ફેરવી નાખે. દુનિયા માટે તે એક નવી વાત હતી.
ગાંધીજીએ દરેક ક્ષેત્રમાં, સત્ય, અહિંસા, સાધનશુદ્ધિ (શુદ્ધતા ) અને સંગઠન એ ચાર તને દાખલ કર્યા. આર્થિક સમાનતા માટે તેમણે ચરખાસંઘ, ખાદી ગ્રામોદ્યોગ અને મજૂરોનાં સંગઠને આપ્યાં. સામાજિક પરિવર્તન માટે રચનાત્મક કાર્યકરોનું સંગઠન, હિન્દુસ્તાન તાલીમ વગેરે આપ્યાં. શિક્ષણ માટે નઈ તાલીમ સંધ અને વિદ્યાપીઠની સ્થાપના કરી તેમણે એક નવા સુરાજ્યની કલ્પના કરી; સત્ય-અહિંસા વડે નવી સમાજરચના કરી. રચનાત્મક કાર્યકરોને અહિંસક સમાજરચના કરવા માટે વાહન બનાવ્યા અને કહ્યું :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com