________________
“સત્ય-અહિંસાની ઉપાસના કરનારના હાથમાં સમાજ હશે ! રાજય એમની પાસે મત લેવા આવશે. એ કાર્યકરે સત્તા-નિરપેક્ષ રહીને સત્તાવાળાઓને દોરશે. જો એમ નહીં થાય તો સત્ય-અહિંસાની વાત નકામી જશે.” : ગાંધીજીએ તે પિતાની નીતિ પ્રમાણે હિંદને સ્વરાજય અપાવ્યું. પણ સ્વરાજય આવ્યા બાદ ભારતીય રાજનીતિ, ભારતીય સંસ્કૃતિના ત્યાગ કે તપને અનુસરવાને બદલે અમેરિકા અને યુરોપને અનુસરવામાં ગૌરવ માને છે. - આપણું લોકશાહી તંત્ર ભારતીય ક્રાંતિના પ્રતીક રૂપે ગરીબાઈ સાથે બંધ બેસતું શ્રમવાળું, સંયમી જીવન વાળું લેવું જોઈએ ! બીજ અનેક લોકે ગરીબીને કારણે મૂંગા છે, અન્યાયે મૂંગે મોઢે સહયે જાય છે; બોલી શકતા નથી; તેમને અહિંસક પ્રતિકાર વડે ન્યાય મળવો જોઈએ * આજે એ કોણ કરે? ગાંધીજી હતા તે તેમણે ગરીબીના પ્રતીક સમાન પિતડી પોતે પહેરી અને કરોડો ગરીબ હિંદીઓના પ્રતિનિધિ રૂપે ગોળમેજી પરિષદમાં ગયા હતા. ગરીબો, મજૂરો હરિજનોને ઉચે લાવવા તેમણે ચળવળ ઉપાડી અને તેમનાં જેવું જીવન જીવવાને તેમણે આદર્શ રાખ્યો હતો. ગરીબ પિતાનું તંત્ર જાતે રચે. સ્વાધીન બને અને વહીવટ ચલાવે તે માટે સંગઠને કેમ તૈયાર કરી આપવા; કઈ વાતની કાળજી રાખવી; સંગઠનને ઉપયોગ કઈ રીતે કરવો; એ બધું તેમણે એક નંધમાં બતાવ્યું છે. તેને અમલ આજે સવિશેષ જરૂરી છે. • તેમાં જણાવ્યું છે કે આ સંગઠનોને ઉપગ રાજકીય સત્તા માટે ન કરે. આ સંગઠનોએ કોંગ્રેસની પાંખ ન બનવું પણ તેમણે લોકક૯યાણની એકમાત્ર ભાવના સાથે કામ કરવું જોઈએ. કોઈ પણ ઝઘડાનું નિરાકરણ હિંસા, વર્ગવિગ્રહ કે યુદ્ધના બદલે, અહિંસક, વર્ગ સમન્વય અને લવાદ વડે લાવવાનું તેમણે સૂચવ્યું. તે છતાં ન પતે તે અહિંસક સત્યાગ્રહ વડે અન્યાયને અહિંસક પ્રતિકાર કરવાનું તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com