________________
ટૂંકી કરી નાખવામાં આવી છે. તેમજ પાસે આવવાની તક પણ પદા થઈ છે. આવા સમયે વિજ્ઞાનને ઉપયોગ જગતના કલ્યાણ માટે થશે. જોઈએ જેથી વિશ્વમાં સંઘર્ષ ઓછું થાય.
અણબની શોધ કરનાર આઈન્સ્ટાઈને અમેરિકાને પિતાની શોધ આપી દીધી. પછી તેને પસ્તા થયે. ભસ્માસુરને વરદાન મળ્યું તેના જેવી સ્થિતિ અમેરિકા અને રશિયાની થઈ છે. ભસ્માસુરને નાથવા ભગવાન આવેલા તેમ આજના વિજ્ઞાનનું વરદાન પામેલા ભરમાસુને નાથવા ધર્મરૂપી ભગવાને આવવું જરૂરી છે.
આજે માનવજાતિ નિર્ણય કરે છે તે પોતાની બધી શક્તિને નવસર્જન અને લોકકલ્યાણ ખાતે ઉપયોગ કરશે તે એ શકય છે. તે ધારે તે આખું જગત વનસ્પતિ ઉપર આવી શકે છે કારણ કે કારેલાં દૂધી જેવાં, દૂધી માણસ જેટલી મોટી ઉગાડી શકાય છે, પાક વધુ ઉતારી શકાય છે, દૂધ વધારે પેદા કરી શકાય છે. તેના બદલે જે વિજ્ઞાનને ઉપયોગ કેવળ સંહારાત્માક શસ્ત્રોની હેડમાં થશે તે જગત ઉપર આફત વેળાવાની છે. - એટલે જ જગતના ચિંતકે મુનિશ્રી સંતબાલજી, પ. નેહરૂ વગેરે લોકો એને દેવી ઉપયોગ કરવાની વાત કરે છે. આજે પ્રાંત-દેશના સીમાડા ટુંકા થઈ ગયા છે અને જગતના માનવીઓનું દુઃખ, સહુનું દુઃખ એમ સહુ માનતા થયા છે. ત્યારે વિજ્ઞાનનો ઉપયોગ જગતના દુઃખ, ભૂખે અને રોગોના નિવારણ માટે થ જોઈએ. એ માટે કાંતિપ્રિય સાધુસાધ્વીઓનું સતત માર્ગદર્શન લોકોને મળવું જોઈએ.
ભૂખ-દુઃખ રોગને દૂર કરનાર બધા વૈજ્ઞાનિક ક્રાંતિકારો કે વૈજ્ઞાનિકોને આપણે વંદન કરીએ અને આશા રાખીએ કે જે નવા વૈજ્ઞાનિક ક્રાંતિકારો થાય તે બધાની સાથે ધર્મ અને અધ્યાત્મને અનુબંધ રહે જેથી વિજ્ઞાનને દુરુપયોગ હંમેશ માટે મટી જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com