________________
૨૦૩ ચર્ચા-વિચારણું
શ્રી. પૂજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન–તે રીતે જ સામાન્ય વહેવારના જ્ઞાનમાં પણ વિશેષજ્ઞાન ઊંડું થતું જાય છે. વિજ્ઞાન તે ઉપગ ઉપર અવલંબે છે. દિવાસળી શરદીમાં ગરમી આપવા માટેનું સાધન છે પણ કોઈ નાદાન તેને ઘાસની ગંજીમાં ફેંકી દે તે બધાને નાશ પણ કરી શકાય. આજે વિજ્ઞાને વીજળી આપીને માનવસમાજને ઘણી રાહત આપી છે. ગંગા-જમુનાનાં પાણી રાજસ્થાનને મળે કે નર્મદાનું પાણી કચ્છને મળે તેવી શક્યતા પેદા કરી છે. માત્ર તેને દુરુપયોગ થતો હોય તે અટકાવવો જોઈએ અને વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનને આધ્યાત્મ અને લોકકલ્યાણના પાયા ઉપર વિકસિત કરવું જોઈએ.”
શ્રી, સુંદરલાલઃ “ગામે-ગામે શ્રમયજ્ઞના પ્રતીક સમાન ડેસીને રેટિયે બાપુએ અભેરાઈથી ઉતારીને લોકોને આપો તેમાંથી યરવડા ચક્ર આવ્યું; અંબર ચરખો આપણું દેશ માટે ઔદ્યોગિક-ક્રાંતિ એટલી સફળ નહીં નીવડે પણ માનવબળ અને પશુબળ વધુ હોઇને ગામડાને અનુરૂપ જે વિજ્ઞાન શોધાશે તે જ વિજ્ઞાન ગ્રામ–અર્થતંત્રને વ્યવસ્થિત કરી શકશે. આમ બાપુએ પણ ગ્રામઅર્થતંત્રની દિશામાં એક-ક્રાંતિ જ કરી હતી.
પૂ. નેમિમુન: વિજ્ઞાન હિતકર બનવું જોઈએ. તે માટે જગતે ભારત પાસે પ્રેરણા લેવી જોઈએ. અહીં વ્યાપક ધર્મને પાયે છે એટલે પ્રાચીનકાળથી વિજ્ઞાનને ઉપયોગ માનવકલ્યાણ માટે થયો અને આજે પણ એ જ રીતે વિચારાય છે. ચરક જેવાએ આરોગ્ય-વિજ્ઞાનમાં ધર્મને મુખ્ય રૂપ આપ્યું. શરીરને પણ ધર્મનું આધ સાધન માન્યું. મનોવિજ્ઞાનમાં પણ મનાયોગની સાધના અને મનને વશ કરીને સંયમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com