________________
૧દર
શ્રી દેવજીભાઈ: “અહિંસા સત્ય દ્વારા રાજ્યક્રાંતિ એ ગાંધીયુગની મેટી દેણ છે. તેથી જ અનુબંધ વિચારધારાએ વિશ્વની નવી રાજકીય ક્રાંતિની ભૂમિકામાં પ્રેરક–પૂરક બળાની કલ્પના આપી જગત ઉપર ઉપકાર કર્યો છે.”
શ્રી, શ્રોફ : “એવી જ રીતે નવા યુગમાં સામુદાયિક અહિંસા માટે શુદ્ધિ પ્રયોગનું શસ્ત્ર પણ ક્રાંતિકારી પગલું છે.”
મીમુનિ: “રાજ્યક્રાંતિને સાચો અર્થ છે બોટાં જૂનાં મૂલ્યોને દબાવી, નવાં મૂલ્યોને સ્થાપવામાં મદદગાર થવું; ત્યારે ખૂનખરાબી કરી રાજ્ય વધારનાર સિકંદર ક્રાંતિકારની શ્રેણમાં ન આવી શકે. રામે વાલીના ભગવાદી રાજાને બદલે સુગ્રીવને સોંપ્યું અગર તે રાવણનું રાજ્ય વિભિષણને સેપ્યું એમાં તેમને અંગત સ્વાર્થ ન હતા. શ્રીકૃષ્ણ કંસ અને જરાસંઘના અન્યાયી રાજ્યને ડંખ રાખ્યા વગર ખતમ કર્યા તેમાં એમને સ્વાર્થ ન હતા. તેથી રામ-કૃષ્ણને રાજ્ય ક્રાંતિકારમાં તે વખતના સંજોગે જેતા ગણાવી શકાય છે.
એવા અનીતિ-અન્યાયને દૂર કરનાર ચારિત્રયની સ્થાપના કરનાર કુમારપાળનું નામ પણ રાજય-ક્રાંતિકાર તરીકે લઈ શકાય.
શિવાજીનું ચારિત્ર્ય સુંદર પણ ક્ષેત્ર નાનું. પ્રતાપનું તેવું ચારિત્ર્ય નહીં, વીરતા ઘણી. એટલે ફરી ફરી આપણી નજર ગાંધીજી ઉપર ઠરે છે. ગાંધીજી સાથે કોંગ્રેસને નજ ભૂલી શકાય. તેથી જ અનુબંધ વિચારધારામાં સંસ્થાઓ ઉપર વધુ મદાર બાંધીએ છીએ. ભારતીય લોકશાહીમાં પૂરક પ્રેરકબળ ઉમેરી તેને લોકલક્ષી બનાવવા માંગીએ છીએ. એથીજ નવા ગ્રેસીઓને પૂરક પ્રેરક બળની શ્રદ્ધાએ ધારાસભા વગેરેમાં મેકલાવા ઇચ્છીએ છીએ, જેઓ ન્યાયનતિ ચારિત્ર્યની દષ્ટિએ વફાદાર હોય અને પ્રાણપ્રતિષ્ઠા પરિગ્રહને હેમવા તૈયાર હોય.
શ્રી, ચંચળબેન : “દાંડી કૂચના દિવસે તે યાદ કરવા જેવા છે! મીઠું લેવા જતાં મહાદેવભાઈ જેલમાં ગયા તે ગાંધીજીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com