________________
૧૦૧ ચર્ચા-વિચારણા
શ્રી. પૂજાભાઈએ ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું: “અતિ થાય છે તો પછી તેની ગતિ પણ થાય છે. ગારાશાહીના જલમો વધ્યા એટલે દાદાભાઈ નવરોજી જેવા પાકથા–તેમના પગલે તિલક-ચેખલે આવ્યા અને ગોખલે ગાંધીજી જેવાને ખેંચી લાવ્યા. આમ ઘણા લોકોની કાર્યની ભૂમિકા ગાંધીજીને મળી અને ઘણાને ગાંધીજીની દોરવણી મળી પરિણામે ૧૯૪૭ માં ભારત આઝાદ થયું.
- આજે જેમને જન્મદિન છે એ સરદારને પણ ભારતની એકતામાં ઓછો ફાળો ન ગણી શકાય ! જવાહર, સુભાષ, રાજેન્દ્રબાબુ આ બધાને ગાંધીજીરૂપી સૂર્યના પ્રહમંડળના જેવા ગણાવી શકીએ.
પૂ. દંડી સ્વામી: “કેટલાક સાધુઓને પણ રાજકીય ક્રાંતિમાં ઉલ્લેખ કરી શકાય. ૧૭૫૭માં સંન્યાસીઓનો બળ મશહુર ગણાય. ૧૮૫૭માં બ્રિટીશ સરકાર સામે પણ કેટલાક નાગાબાવાઓ સામે થયા હતા. પણ મોટા ભાગે આવા સાધુઓ રાજ્યાશ્રિત હેઈ તે રાજાના સ્વાર્થ માટે લડતા હતા.
રાજાઓમાં વીર વિક્રમનું નામ પરદુઃખ ભંજન રાજા તરીકે લઈ શકાય. પ્રજાના સુખ માટે રાજાઓના સ્વાર્થ ત્યાગને તેણે નવો ચીલો પાડ હતો. હર્ષવર્ધનનું નામ પણ ઉલ્લેખનીય ગણી શકાય. રાજા ભેજ પણ એ શ્રેણીમાં આવી શકે.
રામકૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ગાંધી એ બધાને સર્વાગી ક્રાંતિકાર ગણાવી શકાય પણ તેમાં રાજ્યને ત્યાગ કરી ભેખ લેનાર મહાવીરને મે ખરે મૂકી શકાય છે.
એવી જ રીતે અહિંસક રીતે રાજ્યક્રાંતિ કરવામાં ગાંધીજીને ફાળે તેમની સર્વાગી ક્રાંતિમાં જાય છે તે અને છે. તેમાં સામુદાયિક અહિંસાની મહત્તા પણ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com