________________
૧૯૦
અમેરિકાને એક કર્યું. તેમનું નામ અમેરિકાની રાજ્ય ક્રાંતિમાં ધણું કારણોસર અમર થઈ ગયું છે.
શિંગ્ટન: એવી જ રીતે અમેરિકાનું સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે નિર્માણ કરવામાં જે શિંગ્ટનને મોટો હાથ છે. તેમણે એના માટે ભેખ લીધે અને અમેરિકાને સ્વતંત્ર કરી લોકશાહીને માર્ગે મૂકવું.
ગ્લૅડસ્ટન: બ્રિટનમાં પણ તે વખતે સામ્રાજ્યશાહી ચાલતી હતી. તેને લોકશાહીમાં પરિણમાવનાર ડસ્ટન હતું. તેણે કંજૂસ નીતિના બદલે ઉદારનીતિ અપનાવી. તેની ઉદાર લોકશાહીની અસર વિદેશમાં પણ થઈ.
કાર્લ માકર્સ: તે વખતે જર્મનીના કાર્લ માકર્સે દુનિયાને એક નવો વિચાર આવે. લોકશાહી ગમે તેટલી હોવા છતાં વર્ચસ્વવાળા બુદ્ધિમાન અને પૈસાદાર લોકોજ ચૂંટાઈને આવે અને શ્રમિકોને સહેવાનું જ. સાધનવાળા માણસે સાધનહીનોને ગુલામ અને શોષિત રાખે છે. યત્રે આવ્યા, પરિણામે સાધને વધ્યા અને માણસોની મહત્તા ઓછી થઈ. આમ માણસની મહાનતા વધારવા દુનિયાના શ્રમિકોએ એક થવું જોઈએ અને તેઓ સત્તા ઉપર આવશે તે જ આ વ્યવસ્થા બદલી શકાશે. આ વિચારે “શ્રમિક એક થાવ”નું સૂત્ર કાર્લ માકર્સે આપ્યું.
એને પ્રયોગ લેનિને રશિયામાં સામ્યવાદરૂપે કર્યો અને સાધનો શુદ્ધ કે અશુદ્ધ હોય પણ તેને અમલ કર્યો અને ઝારશાહીને મજૂર-શાહીમાં બદલી પણ કાર્લ માકર્સે જે ભાવ સેવ્યો હતો તે સામ્યવાદમાં પણ છે જ અને થોડાંક મુઠીભર બુદ્ધિમાને કે પ્રભાવશાળી નેતાઓની નેતાગીરી નીચે લાખ કરોડનું જીવન નિયત્રિત થાય છે. આમાં વિરોધને દાબી દેવાની જે ગેઝારી નીતિ છે તે હવે સ્પષ્ટ થતી જાય છે. એટલે આપણે તેને શુદ્ધ ક્રાંતિ ન કહી શકીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com