________________
તેણે ગરીબીમાં જ ઉછેર્યો. તેણે એમને સલાહ આપી કે “ ગમે તેવા સંગોમાં પણ ગરીબ પ્રતિ દયા રાખજે.
બીજો ભાઈ જ્યારે યુદ્ધમાં ગયો ત્યારે ૫૦૦૦ માણસે માર્યા ગયા અને લોહીની નદી વહેવા લાગી; પણ કાઇ બંધુએ છેવટ સુધી શાંતિ રાખી. રોમની પ્રગતિમાં ગ્રેકાઈ-ભાઈઓને મોટો ફાળો છે.
વર્ષો થઈ ગયાં છતાં ગરીબ પ્રતિ સહાનુભૂતિ બતાવતી ગ્રેનાઈમાતાની મૂર્તિ આજે પણ ઊભી છે. તેને દીકરાઓએ પ્રાણાંત સુધી ગરીબો પ્રતિ દયા ન તજી.
એતિહાસિક કાળ ત્યારબાદ યુરોપના ઈતિહાસના કાળમાં મહત્વાકાંક્ષી રાજાઓ આવ્યા. સિકંદર વિશ્વવિજેતા લેખા. હેનબોલે રેમને ધ્રુજવ્યું. સીઝરે સામ્રાજ્ય ઊભું કર્યું. નેપોલિયન પણ સમ્રાટ કહેવાય. આ બધાને વિશ્વવિજેતા તરીકે ઈતિહાસમાં ગણવામાં આવ્યા છે. પણ આપણે તેમને ક્રાંતિકાર નથી ગણાવી શકતા કારણકે તેમણે પરાજિત, પીડિત, શોષિત્તના શોષણ અને પરાજય ઉપર પિતાના મહેલો. ચણ્યા હતા.
ઘર્મ ક્રાંતિ પછી યુરોપના ઇતિહાસમાં ત્યારબાદ બે મહત્વપૂર્ણ ઘટનાઓ થઈ એક ધર્મક્રાંતિ અને બીજી ઔદ્યોગિક ક્રાંતિ. કેટલાક લોકોએ યુરોપ છેડયું અને તેઓ અમેરિકા ગયા. ત્યાં જઈને વસી ગયા.
અંબ્રાહમ લિંકન : અમેરિકાના પ્રમુખ લિંકનને આપણે રાજ્યક્રાંતિકાર તરીકે લઈ શકીએ. તેમણે ગુલામી પ્રથાને નાબુદ કરાવવા અને ગુલામને પણ અધિકાર અપાવવા માટે પ્રતિષ્ઠા અને પરિગ્રહને ત્યાગ કર્યો. અમેરિકાના ભાગલા પડવાના હતા તે વખતે તેમણે અથાક પરિશ્રમ કર્યો અને પિતાનો દેહ પડ્યો ત્યાં સુધી એકતા માટે લડ્યા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com