________________
૧૮૪
આપણે તેને રાજ્યક્રાંતિકાર નહીં ગણીએ પણ રાજ્ય ક્રાંતિની દિશામાં ગયેલો માનશું. તેના જીવનમાં જે ક્યાશ હતી તેનું પરિણામ એ આવ્યું કે તેની ત્રીજી પેઢીએ આવનાર ઔરંગઝેબ થશે. તેણે તેનું બધું કામ ઊંધું વાળી દીધું. જે અકબરની ઉદાર નીતિ તેણે વધારી હોત તો રાજપૂતો ઉદાર થઈને તેમના થઇને રહેત. પણ ઔરંગઝેબના ઝનૂની૫ણા એ હિંદુ રાજાઓના દિલ આળાં કરી દીધાં હતાં.
રાણા પ્રતાપ: આ દિશામાં રાણા પ્રતાપનું નામ પણ રાજ્ય ક્ષેત્રના ક્રાંતિકાર તરીકે રજૂ કરી શકાતું નથી. તેઓ વીર હતા. બહાદુર હતા પણ તેમનું દર્શને વ્યાપક ન હતું. તેમણે બધા રાજાઓને એક કરવાની વાત કરી ન હતી. તેમણે વ્યક્તિગત રીતે લડાઈ કરી. દેશપ્રેમને દાખલો બેસાડ્યો પણ નવું માર્ગદર્શન, રાજ્યક્રાંતિના અનુસંધાને તેઓ આપી ન શક્યા. જો કે તેઓ ઉદાર દિલ અને ગુણવાળા હતા. ચારિત્ર્યવાન પણ હતા.
વીર શિવાજીઃ શિવાજીએ રાણા પ્રતાપનાં ગુણોને ઝીલી લીધા હતાં. પણ તેમણે શહેરે લૂટવા તથા તે લૂંટને કેવળ મરાઠાઓમાં વહેંચવાની જે પદ્ધતિ સ્વીકારી; તે ખોટી હતી; નહીંતર તેમને રાજ્યક્રાંતિકાર કહી શકાત. તેમણે રાજય એકાંગી કે સરમુખત્યાર ન બને તે માટે રાષ્ટ્રને પ્રધાનમંડળની આજની પદ્ધતિ ભેટ આપી. તેમનું ચારિત્ર્ય પવિત્ર હતું અને ત્રીજાતિ પ્રત્યે અતિ સન્માન હતું. ધર્મ, ધર્મ સ્થાનકે અને ધર્મપુરુષ પ્રતિ એમની ઉદાર દૃષ્ટિ હતી. પણ લુંટવાને દુર્ગણ મરાઠા રાજાઓમાં ત્યારબાદ ચાલુ રહ્યો. હોલ્કર, પેશવા સિંધીયા વગેરેમાં પણ એ દુર્ગુણ રહ્યો.
આ ત્રણે જણને અમુક અંશે ક્રાંતિની દિશામાં જનારા માની શકાય. પણ દરેકમાં કંઈક કમી હતી. અકબરનું દર્શન સાફ હતું પણ
જીવન અશુદ્ધ હતું; પરિણામે તેના વંશ જે મોજ-શોખમાંજ વહી ગયા; રાણા પ્રતાપનું જીવન શુદ્ધ હતું પણ દર્શન વ્યાપક ન હતું એટલે તેના વંશા મેવાડના ખોટા ગર્વમાં જ રહી ગયા અને આગળ ઉપર તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com