________________
૧૮૫
એજ મોગલ સાથે સંધિ કરવી પડી. શિવાજીનું દર્શન સાફ હતું, જીવન શુદ્ધ હતું પણ સાધન શુદ્ધ ન હતાં એટલે પ્રજામાં પણ એ દુગુણ ફેલાયો. જે આ કચાશો આ ત્રણેમાં ન રહી હતી તે ભારતની સ્વતંત્રતા કાયમ રહેવા ઉપરાંત તે એક થાત અને સ્વતંત્રતા ન ગુમાવત.
૧૮૫૭ થી ૧૯૪૭ મુગલ સામ્રાજ્યને જે અંત આવવો જોઇને હવે તે આવ્યા. ભારત નાના નાના ટુકડાઓમાં વહેંચાતું ચાલ્યું ગયું અને હિંદમાં વેપાર કરવા આવેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન આવી ગયું. તેમની રાજ્ય ઉપર કજે કરવાની નીતિ, ખાલસા કરવાની પદ્ધતિ વગેરેના કારણે લોકોમાં અસંતોષ વધતો ચાલ્યા.
| સર્વપ્રથમ રાજા રામ મોહનરાયે સ્વતંત્રતાને સાદ પાડ્યો. તેમણે સ્વતંત્રતા નામનું છાપું કાઢયું. ૧૮પ૭ માં સમગ્ર પ્રજાએ બળવો બ્રિટિશરો સામે કર્યો. ભારતમાં હજુ એકતા ન હતી. પરિણામે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાના ફડકે, તાત્યા ટોપે વગેરેએ બધું છાવર કર્યું. દિલ્હીને બાદશાહ પકડાયો અને તેને રંગૂનની જનમ કેદ મળી. પણ. તે વખતે અમૂક મરાઠા, શીખ, હિંદુ અને મુસલમાને અલગ રહ્યા પરિણામે ભારત સ્વતંત્ર ન થયું. અત્યાર સુધી જે રીતને લૂંટફાટ, અત્યાચાર વગેરેનો ઈતિહાસ ભારતના જુદા જુદા શાસકોના કાળમાં રચાયો હતે તે જોતાં એક એવી સંસ્થાની જરૂર હતી જે બધાં ક્રાંતિકારી તને સાંકળી શકે અને ભિન્નતાને ભાગી શકે. આમ સ્વરાજ્ય મેળવવાનું અને બ્રિટિશરોનું રાજ્ય દૂર કરવાનું કાર્ય ઘણું કપરું અને અઘરું હતું. પણ તે કામ ધીમે-ધીમે થયું ખરું. અને તે પણ અંગ્રેજોના સહગે સ્થપાયેલી એક સંસ્થા કોગ્રેસ (રાષ્ટ્રીય મહાસભા) દ્વારા એને ઈતિહાસ રેચક અને જાણવા જેવો છે. - કોંગ્રેસ સંસ્થા : ભારતમાં અંગ્રેજી રાજ્યના પ્રતિનિધિઓમાં ફોકસ, લેબર, હ્યુમ વગેરે ઉદાર દિલના હતા. તેમનું માનવું હતું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com