________________
૧૮૩
ઐતિહાસિક કાળ (ઈ.સ. પછી પંદર સદી સુધી)
અશોક પછી શક, હૃણ વગેરે અનેક વિદેશી જાતિઓના હુમલા ભારત ઉપર ઉપરાઉપરી થવા લાગ્યા. દેશ નિરાશ થઈ ગયા. ધર્મગુરૂઓએ પણ રાષ્ટ્રીય-એકતા ન સાધી, પરિણામે સેમિનાથ લૂંટાયું ! શાહાબુદ્દીન ગરીના હુમલા થયા તેની સામે પૃથ્વીરાજ ચૌહાણે પ્રતિકાર કર્યો. એ બહાદુર હતો પણ તેણે બીજા રાજ સાથે એકતા ના સ્થાપી. પરિણામે તેણે બહાદુરી અને શૌર્યથી વિદેશી હુમલાઓનો સાતવાર પ્રતિકાર કર્યો, પણ જો તે વખતના રાજાઓની ક્રાંત દષ્ટિ હોત તો તે બધા એક થઈ શકત અને અગાઉના વિદેશી હુમલાખોરોને પણ પિતાનામાં સમાવી લેત. ત્યારબાદ મેગલ શાસકો આવ્યા. મુસલમાન હુમલાખોરોમાં શાંતિથી રાજ્ય ચલાવી અહીંના જ થઈ જવાની ભાવના વધારે પડતી હતી. તે સમયે દિલ્હીનું રાજ્ય અકબરના હાથમાં આવ્યું.
અકબર : અકબર લાંબી દષ્ટિવાળો અને ક્રાંત દા હતા. તેણે જોયું કે અહીં શક, હૃણ વગેરે પણ સમાઈને હિંદના થઈ ગયા છે તે મુસલમાનો પણ કેમ એક ન થઈ શકે ? આ અંગે શ્રદ્ધામાં મોટી મુશ્કેલી અગાઉના મુરિલમ હુમલાખોરો તેમજ કેટલાક મુસ્લિમ શાસકોની લૂંટફાટ, અત્યાચાર, સ્ત્રીઓનાં અપહરણું તેમજ તલવારના જોરે ધર્મ પરિવર્તન કરવાની નીતિની હતી. તેણે હિંદુઓમાં કદરતા, આભડછેટ વગેરે વાતોના પાયા દઢ કરવા શરૂ કર્યા. તે છતાં અકબર હારે તે ન હતો. તેણે સર્વધર્મને સમન્વય કરી “દીને-ઇલાહી” ધર્મ બનાવ્યો. ટોડરમલ, ફ્રેજી, બીરબલ જેવા હિંદુ-મુસ્લિમ વિદ્વાન રત્નોને તેણે દરબારમાં પ્રતિષ્ઠા આપી. નવરત્નોના કારણે અકબર હિંદુ-મુસ્લિમ એકતામાં કંઈક અંશે સફળ થઈ શકે. તેણે રાજપૂત જાતિ સાથે રેટી-બેટી-વહેવાર પણ શરૂ કર્યો. તેણે ઘણું રાજપૂત વીરોને જાગીરો આપી, છતાં અગાઉના મુસલમાન શાસકોની નીતિના કારણે ઘણું લેકો શકિત જ રહ્યા. તે છતાં તેણે ઉત્તર હિંદને એક કર્યું, એમાં શક નથી.
પણ, અકબરમાં થેડીક કચાશ હતી તે હતી જીવનની. તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com