________________
૧૮૨
કે લોકસેવક (શ્રાવક) સંસ્થા ઘડાઈ જશે તે પ્રજાને તેમની દોરવણી મળી શકશે. એ વિચારના બીજ ભગવાન મહાવીર બુદ્ધના સમયમાં એટલા બધા અંકુરિત ન થયા; કારણ કે તે વખતે કેટલાક અન્યાયી રાજાઓની સામે ભગવાન મહાવીર–બુદ્ધના ઉપાસકોને લડવું પડ્યું. કેવળ નવ મલ્લીવંશ અને નવ લિચ્છવી વંશના ૧૮ રાજાઓ અને વજજી લો કોને ગણરાજ્યની પ્રેરણા મળી. આમ ગણતંત્ર તરફ રાજ્યક્રાંતિને વાળવામાં આ બન્નેની પ્રેરણું હતી.
ચાણક્ય- ચંદ્રગુપ્ત : ત્યારબાદ ભારત ઉપર બહારના આક્રમણ શરૂ થયાં. સિકંદરને હુમલો થયો. પશ્ચિમના આ હુમલાથી ભારતની રક્ષા કરવાની જરૂર હતી. તે વખતે નંદવંશ ભોગ-વિલાસમાં હતા રાજાઓ આપસમાં લડતા હતા, તે વખતે ચાણક્યમંત્રીની સહાયતાથી ચંદ્રગુપ્તને ઠીક ઝઝૂમવું પડ્યું. તેણે નંદવંશને નાબૂદ કર્યો અને ભારતીય રાજાઓને એક કરવાનું કાર્ય શરૂ કર્યું. પરસની સામે ઝઝૂમી સિકંદર ત્યાંથી પાછા વળે અને તેનું મરણ થયું. પણ ચંદ્રગુપ્ત વિચાર્યું કે વિદેશી આક્રમણ સામે ભારતની રક્ષા કરવી હોય તે ભારતે એક થવું જોઈએ. એનું જ પરિણામ હતું કે સિકંદરના સેનાપતિ સૈલ્યુકસને ચંદ્રગુપ્ત સાથે સંધિ કરવી પડી. ચાણક્ય રાજનીતિ અને અર્થશાસ્ત્ર બનેમાં નિપુણ હતો. તેણે કુટિલનીતિ અને છળનીતિ વાપરી તે એક દોષ હતો, પણ તેની ખટપટોથી ભારતીય સામ્રાજય એક થયું. જો તેમ ન થાત તે એક-ભારતની ક૯૫ના કોઈને ન આવત. તેના સાધને શુદ્ધ ન હોવા છતાં તેણે જે ભારત-એકતા સાબિત કરી, તેથી આપણે તેને અહિંસાની દિશામાં રાજ્ય-ક્રાંતિકાર ન ગણી શકીએ-તે છતાં તેનું આગવું મહત્વ તો છે જ.
અશક: સમ્રાટ અશોકને કલિંગના યુદ્ધ પછી એક બૌદ્ધભિક્ષની પ્રેરણા મળી અને તેણે તલવાર છોડી ધર્મથી રાજ્ય કરવાની નીતિ અપનાવી. પિતાની પુત્રી સંઘમિત્રા અને પુત્ર મહેન્દ્ર તેમજ એક ભાઈને વિદેશમાં મોકલી ધર્મચક્ર પ્રવર્તન કરાવી તે ધર્મ–પાલક રાજા બન્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com