________________
૧૭૭
શ્રી. સવિતાબેન : “ગામડાંને ઊંચે લાવવા અને પ્રતિષ્ઠા આપવી; અને તેમ કરવા જતાં, જે કોઈ મુશ્કેલી આવે તેને સહી લેવી એને જે ક્રાંતિના સંદર્ભમાં લઈએ તો અમે બધાએ ભાલ નળકાંઠા ક્ષેત્રમાં નવલભાઈ સાથે કુટુંબરૂપે જે વાત્સલ્ય માર્યું અને લોકોની ત્યારની મનોભૂમિકા અને આજની મનોભૂમિકા જોતાં તે ખરેખર અદ્દભૂત લાગે છે. જો કે ત્યાં તો સર્વાગી ક્રાંતિનું કામ ચાલે છે અને ફેલાય છે.
શ્રી. પૂજાભાઈ: “ઈન્દોરની એક કોડની મિલ મજૂર કે ઈકના સહિયારા સંચાલનમાં ચાલે છે તે પણ એક આચિંક કાંતિ જ ગણાય ને?”
પૂ. દંડી સ્વામી : “મને લાગે છે કે આ આર્થિક વિષમતાનું કારણ તો એ છે કે માણસે જયાં એક વીસી (વીસ વર્ષ) અર્થ પાછળ ખર્ચવા જોઈએ ત્યાં તે ત્રણ-ચાર વીસી ખર્ચી નાખે છે. તે ઉપરાંત વૈશ્ય ઉપર નવા ક્ષત્રિયો (રાજ્યસેવકો ) અને નવાં બ્રાહ્મણો (લેકસેવક)ને અંકુશ હોવો જોઈએ.”
શ્રી. ચંચળબેન : “ચાણક્યનું નામ આર્થિક ક્રાંતિકાર તરીકે યોગ્ય છે. એક બાજુ તેમણે રાજ્ય અને અર્થતંત્રને કેવળ વ્યવસ્થિત ન કર્યું પણ તે અંગે પ્રથો લખ્યા એટલું જ નહીં તેના ઉપર ધર્મ સંયમની છાપ રૂપે તેઓ જાતે બ્રહ્મચારી રહ્યા અને અંતે તેમણે સંન્યાસ લીધો. આ તેમના ત્યાગની પ્રખરતા જ ગણાય.
ગાંધીજીની આર્થિક ક્રાંતિથી આ યુગે રેંટીય જવાહરલાલજીના હાથમાં શોભે છે અને સ્વશ્રમ વગર કોઈપણ આર્થિક ક્રાંતિકાર વેગળો ન રહી શકે, તે સૂચવે છે.
(૨૪-૧૦-૬૧ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com